ગુજરાત

gujarat

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે

By

Published : Sep 19, 2021, 6:16 PM IST

Updated : Sep 20, 2021, 6:52 AM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પહેલીવાર મુખ્યપ્રધાન બન્યા બાદ દિલ્હી જશે. નવી દિલ્હીની એક દિવસીય તેમની આ મુલાકાતે હશે. પહેલા તેઓ અનેકવાર દિલ્હી જઇ ચૂક્યા છે પરંતુ ગુજરાતમાં મુખ્યપ્રધાનનો ચાર્જ સંભાળ્યા બાદ તેમની આ મુલાકાત વિશેષ સાબિત થઈ શકે છે.

  • પહેલીવાર મુખ્યપ્રધાન બન્યા બાદ દિલ્હી જશે
  • શુભેચ્છા મુલાકાત માટે તેઓ એક દિવસ માટે દિલ્હી જશે
  • 2022ની ચૂંટણી પહેલા ગુજરાતના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું

ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલે નવા ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ હમણાં જ સંભાળ્યો છે. તેમને ગણતરીના જ દિવસો થયા છે ત્યારે તેમના મંત્રીમંડળમાં પણ તમામ પ્રધાનોની નવ નિયુક્તિ કરવામાં આવી છે. 2022ની ચૂંટણી પહેલા ગુજરાતના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. ત્યારે તેમની પહેલી વાર મુલાકાત દિલ્હી ખાતે વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ થશે. જે રીતે ગુજરાતમાં પરિવર્તન આવ્યું તેને જોતા આ વિશેષ મુલાકાત પણ કહી શકાય છે.

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત

ગુજરાતના મુખ્યપ્રધાનનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે. ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે પણ જશે. ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યપ્રધાન નવી દિલ્હીમાં મળવાના છે.

મુખ્યપ્રધાન દિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે

ખાસ કરીને એક વીક વધુ સમય તેમને મુખ્યપ્રધાન બન્યાને થયો છે ત્યારે તેને ગુજરાતની ધૂરા સંભાળી છે. જોકે હાઈ કમાન્ડનું માર્ગદર્શન પણ નવા બનેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ માટે જરૂરી છે. જે હેતુથી એક દિવસની આ મુલાકાત માટે દિલ્હી જશે. જ્યાં ખાસ કરીને મુખ્યપ્રધાનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગ્રુપ પ્રધાન અમિત શાહ સાથે કેટલીક બાબતોને લઈને ચર્ચા પણ થઈ શકે છે. કેમ કે, કેન્દ્ર સરકારની નજર પણ આવનાર ચૂંટણીને લઈને ગુજરાય પર છે.

Last Updated :Sep 20, 2021, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details