ગુજરાત

gujarat

BSF IG Press Conference Gandhinagar: સરહદ પર નિષ્ફળ કરી દુશ્મનોની અનેક ચાલ, IGએ BSFની થપથપાવી પીઠ

By

Published : Jan 24, 2022, 6:19 PM IST

Updated : Jan 24, 2022, 8:10 PM IST

BSF દ્વારા જૂન 2020થી પાકિસ્તાનથી આવતા ચરસના 1,428 પેકેટ પકડી પાડવામાં આવ્યા છે. 2021થી હાલ સુધી BSF દ્વારા 29 જેટલા લોકોને ઘૂસણખોરી (Infiltration From Pakistan) કરતા પકડવામાં આવ્યા છે.

BSF IG Press Conference Gandhinagar: સરહદ પર નિષ્ફળ કરી દુશ્મનોની અનેક ચાલ, IGએ BSFની થપથપાવી પીઠ
BSF IG Press Conference Gandhinagar: સરહદ પર નિષ્ફળ કરી દુશ્મનોની અનેક ચાલ, IGએ BSFની થપથપાવી પીઠ

ગાંધીનગર: BSFના IG દ્વારા એક પ્રેસનું આયોજન (BSF IG Press Conference Gandhinagar) કરવામાં આવ્યુ હતું. રાજ્યની દેશની સરહદની રક્ષા કરતી BSFની કામગીરીને લઇને IG જી.એસ.મલિકે કહ્યું કે, રાજસ્થાન (BSF In Rajasthan) અને ગુજરાત (BSF In Gujarat)ની સરહદ પર કોઇ અનિચ્છનીય ઘટના બની નથી. પાકિસ્તાની (Infiltration From Pakistan) હોય કે બાંગ્લાદેશી (Infiltration From Bangladesh) તેમને ઘૂસણખોરી કરતા અટકાવી દેવામાં આવ્યા છે. જૂન 2020થી પાકિસ્તાનથી આવતા ચરસ (Hashish Smuggling From Pakistan) 1428 પેકેટ BSF દ્વારા પકડવામાં આવ્યા છે. 3 પાકિસ્તાની, 2 બાંગ્લાદેશી અને 24 ભારતીય જે ડ્રગ્સ લેવા આવ્યા હોય કે ભૂલથી સરહદ ક્રોસ કરી હોય તેવા લોકોને પકડવામાં આવ્યા છે.

જૂન 2020થી પાકિસ્તાનથી આવતા ચરસ 1428 પેકેટ BSF દ્વારા પકડવામાં આવ્યા છે.

સરહદ પર ઘૂસણખોરી અટકાવી

IG જી.એસ.મલિકે BSFની સિદ્ધિઓને યાદ કરતા જણાવ્યું હતુ કે, BSF ભારતની સરહદની સુરક્ષા (border security of india by bsf) કરે છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશની આશરે 6500 કિમી લાંબી સરહદ પર સુરક્ષા કરી દેશમાં ઘુસણખોરી કરતા અટકાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, મને ભારતીયBSF જવાનો પર ગર્વ છે. કે મારા આટલા વર્ષની જવાબદારીમાં રાજસ્થાન (rajasthan border with pakistan) અને ગુજરાત (Gujarat border with pakistan)ની સરહદ પર કોઇ અનિચ્છનીય ઘટના બની નથી. પાકિસ્તાની હોય કે બાંગ્લાદેશી તેમને ઘુસણખોરી કરતા અટકાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ભારતીય સેનાની દરિયાદિલી, દિશા ભટકેલા પાકિસ્તાની યુવકને પરત સોંપવામાં આવ્યો

જૂન 2020થી અત્યાર સુધી 1428 જેટલા ચરસના પેકેટ પકડાયા

અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જૂન 2020થી પાકિસ્તાનથી આવતા ચરસના 1,428 પેકેટ BSF દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ગુજરાતની સરહદની વાત કરવામાં આવે તો 2021થી હાલ સુધી BSF દ્વારા 29 જેટલા લોકોને ઘૂસણખોરી કરતા પકડવામાં આવ્યા છે, જેમાં 3 પાકિસ્તાની 2 બાંગ્લાદેશી અને 24 ભારતીય છે. જેઓ ડ્રગ્સ (drugs from pakistan to india ) લેવા સરહદ પર આવ્યા હતા. ભારતીયોને પકડીને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન કે બાંગ્લાદેશમાંથી ભૂલથી જે સરહદ ક્રોસ કરીને આવ્યા હતા તેમને પરત જે તે દેશની સેનાને સોંપી દેવામાં આવ્યા હતા.

BSF કોરોનાકાળમાં સ્થાનિકોની મદદે આવી

BSF દ્વારા કોરોના મહામારીમાં ત્યાંના સ્થાનિક લોકોની પુરતી મદદ કરવામાં આવી છે, જેમાં કોરોનાકાળ (Corona In India)માં રાશનનો જથ્થો હોય કે આરોગ્યલક્ષી મદદ તે તમામ મદદ પુરતી કરવામાં આવી છે. જ્યારે દેશમાં વેક્સિન આપવાની શરૂઆત કરવામાં પણ BSF દ્વારા લોકોને પ્રથમ ડોઝ હોય કે બીજો ડોઝ તે પણ આપવામાં પુરતી મદદ કરવામાં આવી છે.

આ પણ વાંચો:BSF Foundation Day 2021: સ્થાપના દિવસ પર BSFના જાંબાઝ જવાનોને સલામ

BSF દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા

BSF દ્વારા દિવાળી તહેવાર હોય કે ઇદ જેવા તહેવારમાં પણ એકબીજાને મીઠાઇ વહેંચીને તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય એક્તા દિવસના દિવસે દાંડીથી રાજઘાટ સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સાયકલ રેલીમાં 15 સાયકલિસ્ટ જોડાયા હતા. 26 જાન્યુઆરીના દિવસે પણ દેશમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દેશની સરહદ પર વધારાની સેના ટુકડી મોકવામાં પણ આવશે.

Last Updated :Jan 24, 2022, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details