ગુજરાત

gujarat

ધરમ કરતા ધાડ પડી : આગ બુઝાવવા નીકળેલી ફાયરની ગાડીને નડ્યો ભયંકર અકસ્માત

By

Published : May 5, 2022, 1:30 PM IST

ધર્મ કરતા ધાડ પડી : આગ બુઝાવવા નીકળેલી ફાયરની ગાડીને નડ્યો ભયંકર અકસ્માત

સેલવાસના ટોકરખાડાની સોરઠીયા મસાલા મીલમાં (Sorathiya Masala Mill Fire) બુધવારે રાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને બુઝાવવા દમણ સોમનાથ ફાયર સ્ટેશનથી (Somnath Fire Station Vehicle Accident) નીકળેલ ફાયરની ગાડી લવાછા નજીક પલટી મારી જતા ફાયરના 3 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. તો, આગની ઘટનામાં સેલવાસ ફાયર મિલમાં પાંચ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.

સેલવાસ : દાદરા નગર હવેલીના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં અગમ્ય કારણસર (Sorathiya Masala Mill Fire) આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સેલવાસ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ અરસામાં દમણ સોમનાથ ફાયર સ્ટેશનેથી નીકળેલ ફાયરની ગાડીને (Somnath Fire Station Vehicle Accident) લવાછા નજીક અકસ્માત નડતા 3 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે વિકરાળ આગ પર 12 જેટલા ફાયર દ્વારા પાણી-ફોમનો મારો ચલાવી વહેલી સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

આગ બુઝાવવા નીકળેલી ફાયરની ગાડીને નડ્યો ભયંકર અકસ્માત

સેલવાસની મસાલા મિલમાં ભીષણ આગ -સોરઠીયા મસાલા મિલમાં (Fire Incidence In Selvas) આગ પગલે મિલમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી હતી. મસાલા મીલમાં આગ લાગતા મીલના મેનેજરે સમયસૂચકતા વાપરીને કામદારોને તાત્કાલિક મીલની બહાર કાઢી સેલવાસ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે મીલ માલિકનો પરિવાર પણ મીલની ઉપર બનાવેલા મકાનમાં રહેતો હોય, મીલ માલિકના પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

સોમનાથ ફાયર ગાડીનો અક્સ્માત

આ પણ વાંચો :અમદાવાદની SVP હોસ્પિટલમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડએ આગ પર કાબૂ મેળવ્યો

દમણ ફાયરના 3 જવાનો ઈજાગ્રસ્ત -મીલમાં મોટાપાયે ખાદ્ય તેલનો (Mill Fire in Tokarkhada) સંગ્રહ હતો તેથી આગ વધુ પ્રસરી રહી હતી. જેનું વિકરાળ સ્વરૂપ જોતા વાપી, સરીગામ, દમણ ફાયરને જાણકારી આપી બોલાવવામાં આવ્યા હતા. જે દરમિયાન દમણ સોમનાથ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરની ટીમ સાથે નીકળેલી ગાડી લવાછા નજીક પલટી મારી ગઈ હતી. જેમાં આગ બુઝાવવા (Spice Mill Fire Silvassa) આવી રહેલ 3 ફાયરના જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

સેલવાસમાં આગ

આ પણ વાંચો :Burning Boat in Valsad: દાંતી દરિયા કિનારે હોડીમાં લાગી આગ, પછી શું થયું જાણો

આગની ઘટનાની સ્થળે તંત્રની મુલાકાત -આ તરફ મીલમાં લાગેલી આગ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. જ્યારે સેલવાસ કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ મેજર કોલ જાહેર કર્યો હતો. તો આગને જોવા ઉમટેલા (Oil Mill Fire) ટોળાને વિખેરવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ 12 જેટલા ફાયર ટેન્ડર મારફતે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગને બુઝાવવા નીકળેલા દમણના 3 ફાયર જવાનોની ગાડી પલટી મારી જતાં તેઓને સારવાર માટે ખસેડી અકસ્માતના કારણ અંગે અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

સોરઠીયા મસાલા મીલમાં આગ

ABOUT THE AUTHOR

...view details