ગુજરાત

gujarat

ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી ? વ્હીકલ સ્ક્રેપ યાર્ડની દેશના ભંગારી પર પડશે અસર ? જાણો

By

Published : Aug 19, 2021, 7:05 PM IST

વ્હીકલ સ્ક્રેપ યાર્ડ

ભાવનગર નહિ પરંતુ સમગ્ર દેશમાં આવેલા 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપમાં મોકલવાના સરકારના નિર્ણય બાદ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવતા શુ સરકારની પોલોસીથી ભંગારી અને સેકન્ડ હેન્ડ વાહનોના વ્યવસાયકારોનો વ્યવસાય ભાંગશે ? બધી બાબતો પર ETV BHARAT એ સેકન્ડ હેન્ડ માલસામાન વહેંચતા અને ભંગારી પણ રહેલા વ્યવસાયકારનો મત જાણવાની કોશિશ કરી છે જાણો શુ થશે.

  • વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવતા ગુજરાતના ભંગારી અને સેકન્ડ હેન્ડ માલસામાન વેચતા ધંધાર્થી પર ખતરો
  • તકલીફ ઊભી થશે તો ધંધો બદલી નાંખીશું - વેપારી
  • દેશમાં સરકારના ચોપડે એક કરોડ પણ તેટલા હશે નહિ - વેપારી

ભાવનગર: ભારત દેશનું વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં બનવા જઈ રહ્યું છે અને સરકાર દેશમાં એક કરોડો વાહનો હોવાનું આરટીઓ આંકડા પરથી જણાવી રહી છે, ત્યારે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ વગર વર્ષોથી વાહનો તોડતા આવતા ભંગારી વ્યાપારી શુ માની રહ્યા છે? શું આગામી દિવસોમાં તેમના વ્યવસાય પર ખતરો ઉભો થશે? અને શું એક કરોડ વાહનો હશે ? આ બધી બાબતોને જાણો વિસ્તારથી.

વ્હીકલ સ્ક્રેપ યાર્ડ

આ પણ વાંચો- ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા હિલચાલ થઈ શરૂ

ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવતા ભંગારી વ્યાપારીઓનું શુ?

ભાવનગર શહેરમાં નાના-નાના ધંધાઓ કરતા અનેક લોકો છે જેમાનો એક વ્યવસાય ભંગારનો છે અને બીજો વ્યવસાય વાહનોમાંથી નીકળતા સાધનોનું પણ એક બજાર છે. જેમાં સેકન્ડ હેન્ડ માલસામાનનું બજાર કહેવામાં આવે છે. ભાવનગર નવપરા વિસ્તારમાં આવેલા સેકન્ડ હેન્ડ અને ભંગારીનો વ્યવસાય કરનારા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ મુદ્દે માની રહ્યા છે કે, સ્ક્રેપ યાર્ડ આવવાથી તેમની પાસે ગાડીઓ આવવાનું બંધ થશે તો સ્ક્રેપ યાર્ડમાંથી જૂની ચીજો લઈ આવીશું અને તે પણ શક્ય ન હોય તો હવે ધંધો બદલી નાંખીશું.

ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી

ભંગારી અને સેકન્ડ હેન્ડ માલસામાન વહેંચનારા પર સંકટ અને કેટલા વાહનો

ભારતમાં એક કરોડ વાહનો સ્ક્રેપમાં જશે, તેમ RTOના ડેટા પરથી સરકાર બોલી રહી છે. પણ હકીકત શુ છે, ત્યારે સેકન્ડ હેન્ડ માલસામાન વેચતા સોલંકી સિકંદરભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ધંધો જરૂર પડે બદલીશું, જો વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી તકલીફ થશે તો પણ તેમનો ધંધો ચાલતો રહેશે એવું માનવું છે. કારણ કે 2 લાખ ખર્ચીને વાહનનો લાભ લેનાર મોટા ભાગના લોકોએ વાહન પોતાના નામે આરટીઓમાં કરાવ્યા હોતા નથી. તેથી તેવા લોકોને સ્ક્રેપમાં આપવા માટે વાહન પોતાના નામે કરવું પડે અને તેનો ખર્ચ 20થી 25 હજાર આવે છે.

ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી

આ પણ વાંચો- શું તમારા વાહનો સ્ક્રેપમાં જશે ? વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગે MODESTના મેહુલભાઈ સાથે ખાસ વાતચીત

વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાં આપશે તો સર્ટિફિકેટ મળશે

વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાં આપશે તો સર્ટિફિકેટ મળશે, એટલે એવી ગાડીઓ અમારી પાસે જ આવવાની છે. બીજું કે હાલમાં 1 કરોડ જેટલી ગાડીઓ નહી પણ હોય. કારણ કે રસ્તા પર તમને નવા મોડલના જ વાહનો જોવા મળશે. ભાવનગરમાં 25 જેટલા ભંગારી સાથે સેકન્ડ હેન્ડ માલસામાન વ્હીકલ છે અને તેની નીચે કામ કરતા મજૂરો જેના પર સીધી અસર જરૂર થશે.

ABOUT THE AUTHOR

...view details