ગુજરાત

gujarat

જાણો ભાવનગરના વેક્સિન ગણપતિ રથ પાછળનો ઉદ્દેશ

By

Published : Sep 10, 2021, 5:15 PM IST

Updated : Sep 10, 2021, 5:35 PM IST

વેક્સિન ગણપતિ રથ
વેક્સિન ગણપતિ રથ ()

ભાવનગરમાં વેક્સિનેશન માત્ર 50 ટકા થયું છે, ત્યારે વેક્સિનેશન ઝડપી કરવા તંત્ર સાથે હવે NGO સંસ્થાઓ પણ ભાજપના સહકારથી મેદાનમાં આવી છે. શહેરના પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા વેક્સિન ગણપતિ રથનો પ્રારંભ ગણપતિ ઉત્સવ દરમિયાન કર્યો છે. જેમાં વેક્સિન લેવામાં આવે તો જ ગણપતિના દર્શન થઇ શકશે.

  • ભાવનગરમાં વેક્સિનેશન તેજ કરવા પુરુષાર્થ ફાઉન્ડેશનનો વેક્સિન ગણપતિ રથ
  • ભાજપ કાર્યાલયથી કરવામાં આવ્યો વેક્સિન ગણપતિ રથનો પ્રારંભ
  • વેક્સિન લેનાર વ્યક્તિ સિવાય કોઈ પણ વ્યક્તિ ગણપતિના દર્શન નહિ કરી શકે

ભાવનગર: ગણપતિ ઉત્સવ સાથે શહેરમાં ગણપતિ વેક્સિન રથનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. વેક્સિન લેનાર વ્યક્તિ સિવાય કોઇ પણ વ્યક્તિ વેક્સિન રથના ગણપતિના દર્શન કરી શકશે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરમાં વેક્સિન ગણપતિ વાનને ખુલ્લી મુકવામાં આવી હતી.

વેક્સિન ગણપતિ રથ

વેક્સિન ગણપતિ રથનો આજથી પ્રારંભ ભાજપ કાર્યાલયથી કરાયો

ભાવનગર શહેરમાં ગણપતિ ઉત્સવને વેક્સિન સાથે જોડવાનો પ્રયાસ પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. પુરુષાર્થ ફાઉન્ડેશને બનાવેલા વેક્સિન ગણપતિ રથનો પ્રારંભ ભાજપ કાર્યાલયથી કર્યો છે. જે વ્યક્તિએ વેક્સિન લીધી હશે તે જ માત્ર દર્શન કરી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપ કાર્યાલયથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજથી ગણપતિ ઉત્સવ સાથે આ વેક્સિન રથ પણ હવે શહેરમાં ફરશે.

શુ છે આ વેક્સિન રથ

વેક્સિન ગણપતિ રથમાં લાકડાનું એક બોક્સ રાખવામાં આવ્યું છે, જેનું રિમોટ બનાવેલુ ઇન્જેક્શન છે. વ્યક્તિએ ત્યાં જઈને મોબાઈલ મારફતે દર્શાવવાનું કે વેક્સિન લીધી છે, ત્યાર પછી જ તેને ગણપતિના દર્શન કરાવવામાં આવશે. રિમોટથી ઓટોમેટિક દરવાજા ખુલશે અને દર્શન કરી શકાશે. આ રથ શહેરમાં અલગ-અલગ શેરીઓ અને સોસાયટીમાં ફરશે અને સાથે વેક્સિન આપનાર ડોક્ટરની એક ટીમનું વાહન પણ હશે. એટલે જે વેક્સિન લે તેને દર્શન કરાવવામાં આવશે. વેક્સિનેશન તેજ કરવાના ઉદ્દેશ સાથે વેક્સિન ગણપતિ રથ કાઢવામાં આવ્યો છે.

Last Updated :Sep 10, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details