ગુજરાત

gujarat

કથાકાર મોરારીબાપુએ પાઠવી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ

By

Published : Feb 6, 2022, 1:24 PM IST

Updated : Feb 6, 2022, 1:57 PM IST

કથાકાર મોરારીબાપુએ પાઠવી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ

કથાકાર મોરારીબાપુએ (Moraribapu sent tribute Lata Mangeshkar) વ્યાસપીઠ પરથી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, સૂર અને સ્વરના એક અદ્ભુત સાધિકા હવે આપણી વચ્ચે નથી, પરંતુ એમનું સંગીત આપણી સાથે હંમેશા રહેશે.

ભાવનગર:કથાકાર મોરારીબાપુએ (Moraribapu sent tribute Lata Mangeshkar) જણાવ્યું હતું કે, ભારત રત્ન આદરણીય લતા મંગેશકર એટલે કે લતા દીદી હવે નથી રહ્યાં. મારી વ્યાસપીઠ પરથી આપ સૌને અને 170 દેશોમાં કથા સાંભળી રહેલાં સૌ શ્રોતા ભાઈ બહેનને સાથે લઈ હું લતા દીદી પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

આ પણ વાંચો:રામકથાકાર મોરારિબાપુએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રૂપિયા ૩ કરોડનું યોગદાન કર્યુ

કથાકાર મોરારીબાપુએ પાઠવી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ

મોરારીબાપુએ વધુ જણાવ્યું હતું કે, એમનો કંઠ વૈકુંઠની યાદ અપાવે છે. કેવો સ્વર, કેવો સુર! વૈકુંઠ શબ્દનો સમજણ પૂર્વક પ્રયોગ કરું છું. કારણ કે, વૈકુંઠનું સંગીત સત્વપ્રધાન છે. લતા દીદી સંગીતમાં સત્વની પ્રધાનતા રહી છે. એમનાં સંગીતમાં કોઇ હોંશિયારી નહી પરંતુ હરિક્રિપા રહી છે. એમનાં નિર્વાણને પ્રણામ કરું છું. સૂર અને સ્વરના એક અદ્ભુત સાધિકા હવે આપણી વચ્ચે નથી, પરંતુ એમનું સંગીત આપણી સાથે રહેશે. આપ મૃત્યુ પામ્યાં નથી, શાશ્વતીને પામ્યાં છો.

આ પણ વાંચો:ઉત્તરાખંડના જળપ્રલયમાં મૃતકના પરિવારને મોરારીબાપુએ કરી સહાય

Last Updated :Feb 6, 2022, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details