ગુજરાત

gujarat

મોરારી બાપુ આપશે ઓલિમ્પિકના ખેલાડી અને તેમની ટીમને 25,000 રૂપિયા રુપિયાનું પ્રોત્સાહન

By

Published : Aug 7, 2021, 9:43 PM IST

ગુજરાતના સંત મોરારી બાપુ દ્વારા ઓલિમ્પિક વિજેતાઓ સહિત તેમની ટીમને 25,000 રૂપિયા તુલસી પત્ર રૂપે આપવાની જાહેરાત તેેમની મધ્યપ્રદેશમાં ચાલતી એક કથામાં કરવામાં આવી હતી.

મોરારી બાપુ
મોરારી બાપુ

  • ઓલોમ્પિકમાં ભાગ લેનારા તમામ ભારતીયોને બાપુએ કર્યા પ્રોત્સાહિત
  • 128 ખેલાડી અને તેમની ટીમના 200થી વધારે લોકોને કર્યા પ્રોત્સાહિત
  • તમામને 25 હજાર તુલસીપત્ર રૂપે આપી કુલ 57 લાખ કર્યા અર્પણ

ભાવનગર: ઓલમ્પિકમાં સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક વિજેતાઓને તથા તેમની ટીમને મોરારી બાપુએ શુભેચ્છાઓ પાઠવી છે અને સાથે જ પ્રોત્સાહિત પણ કર્યા છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં 128 જેટલા ખેલાડી અને તેમની ટીમ લગભગ 200થી વધારે મળીને જે મેહનત કરી છે. તેમા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રસંશા કરી છે.

મોરારી બાપુ દ્વારા ઓલિમ્પિક વિજેતાઓ સહિત તેમની ટીમને 25,000 રૂપિયા તુલસી પત્ર રૂપે આપવાની જાહેરાત

આ પણ વાંચો-મોરારી બાપુ દ્વારા રામમંદિરમાં 5 કરોડના અનુદાનની જાહેરાત

તુલસી પત્ર રુપે 25,000ની મદદ

7 જુલાઈના રોજ મધ્યપ્રદેશની એક કથામાં મોરારી બાપુએ જણાવ્યું હતું કે, જીવન રમતનો એક ભાગ હોય છે અને ઓલિમ્પિક્સ સુધી પહોંચવું એ ખુબ મુશ્કેલ બાબત છે અને જે પહોંચ્યા છે અને સૂવર્ણ ચંદ્રક, રજત ચંદ્રક મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે, ત્યારે વ્યાસપીઠ પરથી તમામને રૂપિયા 25,000 એટલે કે, કુલ 57 લાખ તુલસી પત્ર રૂપે અર્પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details