ગુજરાત

gujarat

ડેમ ઓવરફ્લૉ થતાં જોવા મળ્યો રમણીય નજારો

By

Published : Aug 17, 2022, 8:50 AM IST

ડેમ ઓવરફ્લૉ થતાં જોવા મળ્યો રમણીય નજારો
ડેમ ઓવરફ્લૉ થતાં જોવા મળ્યો રમણીય નજારો

ભાવનગર જિલ્લામાં સારા વરસાદના કારણે મોટા ભાગના ડેમોમાં પાણીની સારી આવક Heavy Rain in Bhavnagar થઈ છે. અહીં શેત્રુંજી ડેમ ઓવરફ્લૉથી થોડો દૂર છે. તેવામાં રોજકી અને બગડ ડેમ ઓવરફ્લૉ થઈ (Bhavnagar dam overflowed) ગયા છે. તો વરસાદની આગાહીમાં ડેમોમાં પાણીનું સ્તર જાણીએ.

ભાવનગરશહેર જિલ્લામાં મેઘરાજા મહેરબાન (Heavy Rain in Bhavnagar) બન્યા છે. શહેર અને જિલ્લાના તાલુકાઓમાં મેઘમહેરથી ડેમોમાં (Status of Bhavnagar Dam) નવા નીર આવ્યા છે. તો એક મહિનામાં પાણીના સ્તરમાં ડેમોમાં વધારો (Bhavnagar dam overflowed) થયો છે. તો આવો જાણીએ જિલ્લામાં ડેમોમાં કેટલું નીર અને તાલુકાઓમાં નોંધાયેલા (Bhavnagar dam overflowed) વરસાદ વિશે.

શહેર અને જિલ્લામાં મેઘરાજાની સવારી બાદ સિઝનનો વરસાદ

શહેર અને જિલ્લામાં મેઘરાજાની સવારી બાદ સિઝનનો વરસાદભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાલુકામાં જોઈએ તો સિઝનનો કુલ વરસાદ (Heavy Rain in Bhavnagar) ભાવનગરમાં 436 મિમી, ઘોઘામાં 231 મિમી, પાલીતાણામાં 325 મિમી, જેસરમાં 270 મિમી, તળાજા 350 મિમી, મહુવામાં 655 મિમી, ગારિયાધારમાં 407 મિમી, સિહોરમાં 432 મિમી, વલભીપુરમાં 471 મિમી, ઉમરાળામાં 444 મિમી. જિલ્લાનો કુલ 402 મિમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે જિલ્લામાં કુલ 589થી 617 મિમી વરસાદની જરૂરિયાત હોય છે.

અન્ય ડેમ પણ ઓવરફ્લૉ થઈ શકે છે

જિલ્લાના ડેમોની સ્થિતિજિલ્લાના કુલ 16 જેટલા ડેમો (Bhavnagar dam overflowed) છે, જેમાં સૌથી વધુ પાણીની આવક કેટલાક ડેમમાં (Status of Bhavnagar Dam) થવા લાગી છે. શેત્રુજી ડેમમાં જૂનાગઢ અને અમરેલી પંથકના ઉપરવાસના સારા વરસાદના પગલે નવા નીર આવતા ડેમ ઓવરફ્લૉથી 4 ફૂટ બાકી છે. સિંચાઈ અધિકારી એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે, સારા એવા વરસાદને પગલે જિલ્લાના 16 ડેમમાંથી 3 ડેમ ઓવરફ્લૉ થયા છે, જેમાં કાળુભાર, બગડ અને રોજકીનો સમાવેશ થાય છે. તો શેત્રુંજી ડેમ 76 ટકા ભરાઈ ગયો છે. તેની અત્યારે 29.5 ફૂટે સપાટી છે. હવે ઉપરવાસમાં સારો વરસાદ નોંધાય અને આવક થશે તો જરૂર ઓવરફ્લૉ થઈ શકે છે.

ડેમમાં પાણીનું સ્તર વધ્યું

જિલ્લાના ડેમોની સપાટી અને ઓવરફ્લો સપાટી જાણો

ડેમ ઓવરફ્લૉ (મીટર) હાલની સપાટી (મીટર)
શેત્રુંજી 55.53 54.30
રજાવળ 56.75 52.90
ખારો 54.12 52.90
માલણ 104.25 104.24
રંઘોળા 62.05 60.80
લાખણકા 44.22 39.85
હમીરપરા 87.08 83.90
હણોલ 90.01 87.50
બગડ 60.41 (ઓવરફ્લૉ) 60.46
રોજકી 99.06 (ઓવરફ્લૉ) 99.07
જસપરા (ત) 40.25 33.00
પિંગળી 51.03 49.00
કાળુભાર 59.36(ઓવરફ્લૉ) 59.39

અન્ય ડેમ પણ થઈ શકે છે ઓવરફ્લૉ હજી વરસાદની આગાહીઓ (Rain Forecast in Bhavnagar) વચ્ચે 50થી 75 ટકા વરસાદના નીરની આવકની વચ્ચે ડેમો (Status of Bhavnagar Dam) આગામી દિવસોમાં હજુ ઓવરફ્લૉ થશે તેવી આશા સેવાઈ રહી છે. તો બગડ, રોજકી અને કાળુભાર ઓવરફ્લૉ છે. આ ઉપરાંત મોટા ભાગના ડેમોમાં પાણીની આવક વરસાદ (Bhavnagar dam overflowed) પ્રમાણે થઈ રહી છે. સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લૉ તરફ આગળ વધી રહ્યો છે અને ભાવનગરીઓ પણ હજી સારા વરસાદમાં ઓવરફ્લો શેત્રુંજી થાય તેવી આશા સેવી (Heavy Rain in Bhavnagar) રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details