ગુજરાત

gujarat

NEET 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 100માં અમદાવાદના બે વિદ્યાર્થીઓ

By

Published : Nov 3, 2021, 10:59 AM IST

Medical and Dental
Medical and Dental

મેડિકલ અને ડેન્ટલ (Medical and Dental) માટે લેવાથી NEETનું પરિણામ (result) જાહેર થયું છે. દેશભરમાંથી 13,00,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો બે વિદ્યાર્થીઓએ પ્રથમ 100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમદાવાદના શ્લોક સોનીએ 720માંથી 705માર્ક મેળવતા 60મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. બીજી તરફ પ્રસમ શાહે 100મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

  • NEET 2021નું પરિણામ જાહેર
  • દેશભરમાંથી 13,00,000 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
  • અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

અમદાવાદ: મેડિકલ- ડેન્ટલ (Medical and Dental), આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની NEET નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 12 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ- વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મંગળવારે સાંજે NTA દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. NTA દ્વારા રાત સુધીમાં વિદ્યાર્થીઓને માત્ર વ્યક્તિગત રીતે સ્કોરકાર્ડ જ Email કરવામા આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓને સ્કોરકાર્ડ પણ Email પર મળી શક્યા ન હતા. દેશભરમાંથી ટોપ 500માં ગુજરાતના 20થી વધુ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. આ વર્ષે પરિણામ (result) ઘણું ઊંચુ રહેતા કટ ઓફ નીચે જઈ શકે છે. એક- એક માર્ક પર હજારો વિદ્યાર્થીઓ છે અને ઘણા વિદ્યાર્થીઓને એક સરખા સ્કોર છે.

NEETની પરીક્ષામાં પાસ થવા માટે સ્માર્ટ વર્કની સાથે હાર્ડવર્ક પણ જરૂરી છે: વિદ્યાર્થી

સારું પરિણામ મેળવતા વિદ્યાર્થીઓ અને પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી હતી. જે રીતની મેહનત કરી હતી તે પ્રમાણે પરિણામ (result) મળ્યું છે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે, NEETની પરીક્ષામાં પાસ થવા માટે સ્માર્ટ વર્કની સાથે હાર્ડવર્ક પણ જરૂરી છે. બાયોલોજીનું વેઇટેજ વધુ હોવાથી તેમાં વધુ મહેનત કરવી જરૂરી છે. ઉપરાંત પોઇન્ટ લખી રાખવાથી વારંવાર વાંચન કરી શકાય છે.

આ પણ વાંચો: NEET-SS Exam Pattern : સુપ્રીમ કોર્ટે કહ્યું - "અમલદાર અસંવેદનશીલ, યુવા ડોક્ટર્સ ફૂટબોલ નથી"

આ પણ વાંચો:JEE-MAINમાં સુરતના તનયનો સમગ્ર દેશમાં આવ્યો 59 ક્રમાંક

ABOUT THE AUTHOR

...view details