ગુજરાત

gujarat

રોડ શૉ: સમર્થકોએ હૈયુ ખોલીને હાર્દિકને હરખ કર્યો, અન્ય ખેલાડીઓએ દર્શકો સાથે સેલ્ફિ ક્લિક કરી

By

Published : May 30, 2022, 10:23 PM IST

Updated : May 30, 2022, 10:32 PM IST

રોડ શૉ: સમર્થકોએ હૈયુ ખોલીને હાર્દિકને હરખ કર્યો, અન્ય ખેલાડીઓએ દર્શકો સાથે સેલ્ફિ ક્લિક કરી

IPL 2022 વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સનો (IPL Winner Gujarat Titans) અમદાવાદ ખાતે રોડ શો (Road Show Ahmedabad) યોજાયો હતો. લગભગ એક કલાક ચાલેલા આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો પોતાની ટીમને ચીયરઅપ કરવા રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રોડ શૉ યોજાયો હતો. જેમાં લોકોએ પોતાના ગમતા ક્રિકેટરનો એક ફોટો ક્લિક કરવા માટે પડાપડી કરી હતી.

અમદાવાદ: IPL 2022 ટુર્નામેન્ટની 15મી સીઝનની (IPL 2022 Winner Gujarat Titans) વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સે ગુજરાતના મહાનગર અમદાવાદમાં (Gujarat Titans Road Show in Ahmedabad) એક ખાસ રોડ શૉ કર્યો હતો. ટીમ વિજેતા થયા બાદ સમગ્ર ટીમે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Gujarat) સાથે ખાસ મુલાકાત કરી હતી. સરકારે તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. એ પછી તમામ ખેલાડીઓ ખુલ્લી બસમાં બેસીને રોડ શૉ માટે નીકળ્યા હતા.

રોડ શૉ: સમર્થકોએ હૈયુ ખોલીને હાર્દિકને હરખ કર્યો, અન્ય ખેલાડીઓએ દર્શકો સાથે સેલ્ફિ ક્લિક કરી

આ પણ વાંચો:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ જર્સી પ્રદર્શિત કરીને બનાવાયો 'વર્લ્ડ રેકોર્ડ'

પંડ્યાએ ટીમને લીડ કરી: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત શુભમન ગીલ, રાશિદ ખાન , ડેવિડ મિલર, લોકી ફરગ્યુશનસહિતની સંપૂર્ણ ટીમ ખુલ્લી બસમાં સમર્થકોનો આભાર માનવાની નીકળી હતી. તેમના હાથમાં IPL 2022 ની ટ્રોફી હતી. આ સાથે જ ખેલાડીઓના બાળકો પણ આ બસમાં બેઠેલા જોવા મળ્યા હતા. ટીમને કપ્તાન હાર્દિક પંડયાએ લીડ કરી હતી. ખુલ્લા હાથે ગુજરાત ટાઈટન્સની ટી-શર્ટ પણ લોકોને આપી હતી. હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન કર્યું હતું. બસ આવતાની સાથે જ ગુજરાત ટાઈટન્સની નારેબાજી શરૂ થઈ ગઈ હતી.

રોડ શૉ: સમર્થકોએ હૈયુ ખોલીને હાર્દિકને હરખ કર્યો, અન્ય ખેલાડીઓએ દર્શકો સાથે સેલ્ફિ ક્લિક કરી

આ પણ વાંચો:ગુજરાત ટાઈટન્સના અનોખા ચાહક નિકળ્યા વડોદરામાં, ભવ્ય બનાવી રંગોળી

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: ખુલ્લી બસમાં ગુજરાત ટાઈટન્સની ટીમનો રોડ-શો યોજાવવાનો હોવાથી ચુસ્ત અમદાવાદ પોલીસે કડક બંદોબસ્ત મૂકી દીધો હતો. રસ્તા પર સમર્થકોની ભીડ ઉમટી ન પડે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ચાર પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મીઓની ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી. ગેરકાયદેસર ડ્રોન ઉડાડતા ચાર લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. જો કે છેલ્લી ઘડીએ ઉસ્માનપુરાથી એલિસબ્રિજના રોડ શોની જગ્યાએ ઉસ્માનપુરાથી ઇન્કમટેક્ષ સુધીનો રોડ શો યોજવામાં આવ્યો હતો.

Last Updated :May 30, 2022, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details