ગુજરાત

gujarat

મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ

By

Published : Jun 3, 2021, 3:10 PM IST

મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ
મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં આજે ગુરુવારે અમદાવાદ મેડિકલ એસોસિએશનની એક અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, હાઈકોર્ટે અમદાવાદ મેડિકલ એસોસિએશનની અરજી ફગાવી દેતાં શહેરની 44 હોસ્પિટલોનું અસ્તિત્વ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન એવી 44 હોસ્પિટલ કે જેમની પાસે ફાયર NOC હોય પરંતુ બીયુ પરમિશન ન હોય તેવી હોસ્પિટલ સામે મહાનગરપાલિકાની કાર્યવાહીને રોકવા અને બીયુ પરમિશન લઈ લેવાનો સમય મળી રહે તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

  • બીયુ પરમિશન ન હોય તેવી હોસ્પિટલ સામે જોખમ
  • AMA દ્વારા કરવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી
  • 17 જૂન બાદ મનપા હોસ્પિટલ સામે કાર્યવાહી કરી શકશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આજે અમદાવાદ મેડિકલ એસોસિયેશનની અરજીને ફગાવી દીધી છે, જેના કારણે શહેરની 44 હોસ્પિટલોનું અસ્તિત્વ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન એવી 44 હોસ્પિટલ કે જેમની પાસે ફાયર NOC હોય, પરંતુ બીયુ પરમિશન ન હોય તેવી હોસ્પિટલ સામે મનપાની કાર્યવાહીને રોકવા અને બીયુ પરમિશન લઈ લેવાનો સમય મળી રહે તે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચો-બાબા રામદેવ વિરુદ્ધ ડોકટર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં FIR કરાઈ

મહાનગરપાલિકા 17 જૂન બાદ હોસ્પિટલ સામે કરી શકશે કાર્યવાહી

મહત્વનું છે કે, અમદાવાદની 44 હોસ્પિટલ કે જેમની પાસે ફાયર NOC છે, પરંતુ બીયુ પરમિશન નથી. અથવા તો બિલ્ડંગના વપરાશ મુજબ બીયુ પરમિશન ન હોય, રહેણાંક મુજબ બીયુ પરમિશન હોય તેવી હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવા કોર્ટે જણાવ્યું હતું. તેવામાં આજે હાઈકોર્ટે અરજી ફગાવી મનપાને 17 જૂન બાદ હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની છૂટ આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મુદ્દે કોર્ટમાં સુનાવણી થતાં નામદાર હાઈકોર્ટે જણાવ્યું હતું કે બિલ્ડિંગના વપરાશ મુજબ તેના સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર થતો હોય છે તેથી તેના વપરાશ મુજબ જ બીયુ પરમિશન હોવું અનિવાર્ય છે.
આ પણ વાંચો-બારડોલીમાં અનુપ મંડળ સામે કાર્યવાહી કરવા જૈન સમાજની માગ

કેટલીક ડેઝિગ્નેટેડ હોસ્પિટલ હોવાથી કોર્ટે આપ્યો સમય
મહત્વનું છે કે, અત્યારે જે 44 હોસ્પિટલ પાસે BU પરમિશન નથી. તેમાંથી કેટલીક હોસ્પિટલ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે. તેથી કોર્ટે 17 જૂન સુધીનો હોસ્પિટલને સમય આપ્યો છે, જેથી દર્દીઓને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે. જોકે ત્યારબાદ મનપા આ હોસ્પિટલ સામે પગલાં લઇ શકશે.

ABOUT THE AUTHOR

...view details