ગુજરાત

gujarat

અમદાવાદમાં 50 કરતા વધુ સ્થળોએ Telemedicine સેવા ઉપલબ્ધ

By

Published : Jun 26, 2021, 2:55 PM IST

24 જૂનના રોજ અમદાવાદના જગન્નાથ મંદિર (Ahmedabad Jagannath Temple) ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (DyCm Nitin Patel) અને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) ટેલિમેડીસીનના (Telemedicine) સેવાનું ઉદઘાટન કર્યું હતું. જગન્નાથ મંદિર ઉપરાંત ભગવાનના મોસાળ સરસપુરના મંદિર ખાતે પણ ટેલિમેડીસીન સેવા ઉપલબ્ધ છે.

અમદાવાદમાં 50 કરતા વધુ સ્થળોએ Telemedicine સેવા ઉપલબ્ધ
અમદાવાદમાં 50 કરતા વધુ સ્થળોએ Telemedicine સેવા ઉપલબ્ધ

● અમદાવાદમાં મહત્વના સ્થળે Telemedicine સેવા ઉપલબ્ધ

● પ્રાથમિક સ્ક્રિનિંગ અહીં સરળતાથી થાય છે

● જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ

● અમદાવાદમાં 50 કરતાં વધુ સ્થળોએ ટેલિમેડીસીન સેવા ઉપલબ્ધ

અમદાવાદ : Telemedicine સેવા સાથે સંકળાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ સ્ટેશન, કમિશનરની કચેરી, મુખ્યપ્રધાન નિવાસ વગેરે મહત્વના પચાસ કરતાં વધુ સ્થળોએ ટેલીમેડિસિન સેવા (Telemedicine Service) ઉપલબ્ધ છે. આ સેવા ઓનલાઇન ટેલિમેડીસીન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ અને સરકારના સહયોગથી ચાલે છે.

જગન્નાથ મંદિર ઉપરાંત ભગવાનના મોસાળ સરસપુરના મંદિર ખાતે પણ ટેલિમેડીસીન સેવા ઉપલબ્ધ

કોરોનાની ત્રીજી લહેર રોકવા મહત્વપૂર્ણ

સૌપ્રથમ આવા મહત્વના સ્થળો પર આવનાર વ્યક્તિનું ટેમ્પરેચર ચેક થાય છે. જો ટેમ્પરેચર નોર્મલ હોય, ત્યાર બાદ જ તેને તે મહત્વના સ્થળોએ પ્રવેશ આપવામાં આવે છે. જો ટેમ્પરેચર વધુ આવે તો તેને થોડી ક્ષણો બેસાડી રખાય છે. ત્યારબાદ તેને જરૂરી દવા આપીને નજીકના દવાખાનામાં રીફર કરાય છે અથવા ઘરે મોકલી અપાય છે. આ ઉપરાંત જે દર્દીને જરૂર પડે ઓક્સિજન માપવા માટેનું મશીન, બ્લડ પ્રેશર માપવા માટેનું ઓટોમેટીક મશીન પણ ઉપલબ્ધ હોય છે. સાથે જ મલ્ટી વિટામિન ટેબલેટ અને સામાન્ય એન્ટિબાયોટિક પણ આપવામાં આવે છે. આ પ્રાથમિક સારવાર કોરોનાનો (Corona) પ્રસાર અટકાવવા મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચોઃ શું થૂંકના નમૂનાથી કરી શકાશે RT-PCR ટેસ્ટ ?

વીડિઓ કન્સલ્ટિંગ પણ ઉપલબ્ધ

જો દર્દીને જરૂર પડે તો ડોક્ટર સાથે વિડીયો કન્સલટિંગ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીના રિપોર્ટ અપલોડ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. અહીં એમડી ડોક્ટર સેવા આપે છે.

આ પણ વાંચોઃ sewage treatment plant: સુરત-વડોદરાના પાણીમાં કોરોના વાઇરસની ચકાસણીનો પ્રાથમિક અહેવાલ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ABOUT THE AUTHOR

...view details