ગુજરાત

gujarat

SRK Defamation Suit : હાઈકોર્ટે આપી 'રઈસ'ને રાહત

By

Published : Jun 29, 2022, 10:07 AM IST

SRK Defamation Suit : 'રઈસ'ને હાઈકોર્ટની રાહત

બોલિવુડ ફિલ્મ રઇસને લઇને ડોન લતીફના પુત્ર મુસ્તાકે વર્ષ 2016માં એક્ટર (SRK Defamation Suit) શાહરૂખ ખાન અને ગૌરીખાન સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં 101 કરોડનો માનહાનિનો (Raees Film Defamation Suit) દાવો કર્યો હતો. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા માટે મંજૂરી આપેલી. જેને લઈને હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો.

અમદાવાદ : જાણીતા ગેંગસ્ટર અને એક સમયે અમદાવાદ ઉપર પોતાની ધાક જમાવનારા લતીફને લઈને ફિલ્મ બનાવવામાં આવી હતી. વર્ષ 2016માં ફિલ્મ રઈશમાં અભિનેતા શાહરૂખ ખાનની માતા ગૌરી ખાન અને ફરહાન અખ્તર સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂપિયા 101 કરોડના માનહાનિનો (Raees Film Defamation Suit) દાવો કર્યો હતો. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોવા માટે મંજૂરી આપેલી હતી. જેની સામે શાહરુખ ખાન અને ફરહાન અખ્તરે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કેસની વિગત - આ સમગ્ર વાત કરીએ તો ડોન લતીફના પુત્રએ ફિલ્મ રઈશના નિર્માતાઓ સામે સામે માનહાનીનો (SRK Defamation Suit) દાવો કર્યો હતો. ફિલ્મમાં તેના પિતાના જીવન ઉપર બનાવવામાં આવી છે એવો તેમણે દાવો કર્યો હતો. આ ફિલ્મોમાં તેમના પિતાના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. જેના લીધે તેમની સામાજિક શાખને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી તેમને વળતર પેટે 18 ટકા વ્યાજ સાથે દાવાની જે રકમ હોય તે ચૂકવવામાં (Shahrukh Khan Film Controversy) આવે જેને લઈને સિવિલ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો :SRK Raees Promotion Controversy : શાહરુખ ખાન માફી માંગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર

અરજદારના વકીલની રજૂઆત -જુલાઈ 2020માં લતીફના પુત્રનું રોજ નિધન થતાં તેમની વિધવા પત્ની અને બે દીકરીઓએ આ અરજીમાં પક્ષકાર તરીકે જોડાવા માટે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. જે તેમને સ્વીકારવામાં આવી હતી. આ અરજીના પગલે શાહરુખ ખાન અને ફરહાન અખ્તરે હાઇકોર્ટમાં પડકારી હતી. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, ફરિયાદીના નિધન બાદ હવે આ દાવાની અરજી ટકવા પાત્ર રહેતી નથી. જેથી અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનાવાની (SRK Raees Film Controversy) મંજૂરી આપવું એ નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.

આ પણ વાંચો :SRK Application In Gujarat High Court: બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન હાઈકોર્ટના શરણે, કયા કેસ માટે કરી અરજી, જાણો

લતીફ સામે 97 ક્રિમિનલ કેસ - મામલે હાઇકોર્ટ વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતના હુકમ પર 20 જુલાઈ સુધી રોક લગાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટના વારસદારોને પણ નોટિસ પાઠવી છે અને આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈના રોજ (Defamation suit Against Raees Filmmaker) હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે ડોન લતીફના પુત્ર મુસ્તાક રઈશ ફિલ્મના અભિનેતા અને નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂપિયા કરોડના માનહાનીના દાવાની અરજી કરી હતી. ડોન લતીફનું 1997માં ગુજરાતપોલીસે એન્કાઉન્ટર કર્યું હતું અને લતીફ સામે 97 જેટલા ક્રિમિનલ કેસ નોંધાયેલા હતા.

ABOUT THE AUTHOR

...view details