ગુજરાત

gujarat

નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મણિનગરના સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ શ્રદ્ધાંજલિ અર્પી

By

Published : Apr 6, 2021, 4:43 PM IST

Updated : Apr 6, 2021, 5:12 PM IST

નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મણિનગરના સ્વામીનારાયણ ગાંદી સંસ્થાનના સંતોએ શ્રદ્ધાજંલિ અર્પી

છત્તીસગઢના બીજાપુર તથા સૂક્માના જંગલોમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા 24 જવાનોને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહિતના સંતોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી છે.

  • નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલિ અર્પી
  • મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ પ્રાર્થના કરી
  • જવાનોના આત્માની શાંતિ માટે બે મિનીટનું મૌન પાળ્યું

અમદાવાદ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર તથા સૂકમામાં શનિવારે નક્સલીઓએ જવાનોને ઘેરીને તેમના પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં 24 જવાન શહીદ થયા છે અને અનેક જવાનો લાપતા છે. નક્સલીઓએ 2 ડઝન કરતા પણ વધારે સુરક્ષાકર્મીઓ પાસેથી તેમના હથિયારો છીનવી લીધા છે. આ દુર્ઘટનાને લઈને અમદાવાદના મણીનગરમાં આવેલા શ્રી સ્વામીનારાયણ ગાંદી સંસ્થાનનના સંતોએ બે મિનીટનું મૌન પાળીને અને સ્વામીનારાયણ ભગવાન સમક્ષ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલાના અન્ય સમાચાર:

700 જવાનોને ઘેરીને તેમના પર હૂમલો કર્યો

સુરક્ષા દળોને જોનાગુડાની પહાડીઓ પર નક્સલીઓએ ડેરો જમાવ્યો હોવાની સૂચના મળી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે બીજાપુર અને સુક્મા જિલ્લાના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબ્રા બટાલિયન, DRG અને STFના સંયુક્ત દળના નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત 2,000 જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે નક્સલીઓએ તર્રેમ વિસ્તારની જોનાગુડા પહાડી પાસે 700 જવાનોને ઘેરીને તેમના પર હુમલો કર્યો હતો. નક્સલીઓએ જવાનોને 3 દિશાથી ઘેરીને તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા હતા. આશરે 3 કલાક ચાલેલી અથડામણમાં 15 નક્સલી ઠાર મરાયા હતા. આ હુમલામાં 24 જવાન શહીદ થયા છે અને 31 કરતા પણ વધારે ઈજાગ્રસ્ત જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Last Updated :Apr 6, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details