ગુજરાત

gujarat

ETV Bharat / city

Robbery In Ahmedabad: "તમે ગાડી કેમ અથડાવી?" આવું કોઈ કહે તો ઊભા ન રહેતા, અમદાવાદમાં વેપારીના લાખો રૂપિયા લૂંટાયા

અમદાવાદના CG રોડ પર એક વેપારીના 26 લાખથી વધુ રૂપિયા લૂંટાયા (Robbery In Ahmedabad) છે. તમે અમારી એક્ટિવા સાથે ગાડી કેમ અથડાવી એમ કહીને આરોપીઓએ ગાડી રોકાવી હતી. ત્યારબાદ આરોપીઓએ 26 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

"તમે ગાડી કેમ અથડાવી?" આવું કોઈ કહે તો ઊભા ન રહેતા, અમદાવાદમાં વેપારીના લાખો રૂપિયા લૂંટાયા
"તમે ગાડી કેમ અથડાવી?" આવું કોઈ કહે તો ઊભા ન રહેતા, અમદાવાદમાં વેપારીના લાખો રૂપિયા લૂંટાયા

By

Published : Apr 25, 2022, 7:52 PM IST

અમદાવાદ:અમદાવાદમાંફરી એક વખત લૂંટ (Robbery In Ahmedabad)ની ઘટના સામે આવી છે. હાર્ડવેર ટ્રેડિંગ (hardware trading in ahmedabad)નું કામ કરતા વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે, તેવું કહીને બાઇક અને એક્ટિવા ચાલકોએ રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા. વેપારીએ તેમનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટની આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી.

લૂંટારૂઓ લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર.

32 લાખ 57 હજારનું પેમેન્ટ નીકાળ્યું- આ શખ્સોએ ભેગા મળીને 26 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો છે. અમદાવાદના નિકોલ (nikol ahmedabad gujarat) વિસ્તારમાં રહેતા તેમજ દરિયાપુર પાસે કબીર એન્ટરપ્રાઇઝ (kabir enterprise dariyapur) નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે સમગ્ર લૂંટની ઘટના બની છે. 22મી માર્ચના રોજ તેઓ CG રોડ ખાતે આવેલી આર.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસાથી આવેલું 32 લાખ 57 હજારનું પેમેન્ટ નીકાળ્યું હતા.

આ પણ વાંચો:Robbery in Morbi: આંગડીયા કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા

CG રોડ પર ગાડી ઊભી રખાવી- નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢી મારફતે 6 લાખ 17 હજાર ચારસો રૂપિયા રોકડા ગાંધીનગર ખાતે રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26 લાખ 70 હજાર જેટલી રકમ બેંકમાં રાખવા સી.જી. રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા. તે સમયે હરિઓમ રેસ્ટોરન્ટ (hariom restaurant ahmedabad) પાસે પહોંચતા એક્ટિવા ચાલક દ્વારા તેમને અટકાવીને "તમે અમારી એક્ટિવા સાથે ગાડી કેમ અથડાવી?" તેવું કહીને ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રોકડ રકમની બેગ લઈને ભાગી (Crime In Ahmedabad) ગયા હતા.

સમગ્ર ઘટના CCTVમાં કેદ.

આરોપીઓ છારા ગેંગના હોવાની આશંકા- વેપારીએલૂંટારાઓનો પીછો કર્યો હતો. જો કે લૂંટારાઓ ન મળતા અંતે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશન (navrangpura police station)માં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નવરંગપુરા પોલીસે આ સમગ્ર મામલે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના CCTV ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ આરોપીઓ જોવા મળ્યા હતા. જેથી કરીને આરોપીઓને પકડવા માટે નવરંગપુરા પોલીસે તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે, CCTV ફૂટેજમાં દેખાતા આરોપીઓ છારા ગેંગના હોવાની આશંકાના આધારે પોલીસે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો કામે લગાડી છે.

આ પણ વાંચો:Robbery in Morbi Angadiya : મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.20 કરોડની લૂંટ ચલાવી

ક્રાઇમ બ્રાન્ચ પર આરોપીઓને પકડવામાં લાગ્યું- મહત્વનું છે કે, અકસ્માતના નામે નાની-મોટી ચોરીની અનેક ઘટનાઓ અત્યાર સુધી પોલીસ ચોપડે નોંધાઈ છે. જો કે આ ઘટનામાં 26 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લૂંટ થઈ હોવાથી સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા કામે લાગી છે.

ABOUT THE AUTHOR

...view details