ગુજરાત

gujarat

અમદાવાદ મેટ્રો ટ્રેનના નવા રુટની પ્રથમ ઝલક, દ્રશ્યો કરી દેશે મંત્રમુગ્ધ

By

Published : Sep 27, 2022, 9:26 PM IST

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ ( PM Modi Gujarat Visit) પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઝ 1 સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચુક્યો છે. ગુજરાતના પ્રવાસે આવીને પીએમ મોદી 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રોના ફેઝનો વસ્રાલથી થલતેજ સુધી 21 કિમી લાંબો મેટ્રો રુટ ખુલ્લો મૂકશે. તેઓ મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે. એ પહેલાં જૂઓ આ રુટના ( Launch of new Metro Rail route Glimpses of Ahmedabad Metro Train) પ્રથમ દ્રશ્ય

અમદાવાદ મેટ્રો ટ્રેનના નવા રુટની પ્રથમ ઝલક, દ્રશ્યો કરી દેશે મંત્રમુગ્ધ
અમદાવાદ મેટ્રો ટ્રેનના નવા રુટની પ્રથમ ઝલક, દ્રશ્યો કરી દેશે મંત્રમુગ્ધ

અમદાવાદવસ્રાલથી થલતેજ 21 કિમી લાંબા રુટ પર મેટ્રો ટ્રેનની 30 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે ( PM Modi Gujarat Visit) શરુઆત કરવામાં આવશે. જેને લઇને મેટ્રો વિભાગ દ્નારા તૈયારી ( Launch of new Metro Rail route Glimpses of Ahmedabad Metro Train) શરુ કરી દેવામાં આવી છે. શહેરમાં સૌથી લાંબો મેટ્રો ટ્રેન ( Metro Train) નો પ્રોજેક્ટ વસ્રાલથી થલતેજ 21 કિમીનો છે. શહેરના ગીચ વિસ્તારમાંથી પણ પસાર થતી હોવાથી 6 કિમી અંડર ટનલ બનાવવામાં આવી છે.

મેટ્રોના ફેઝનો વસ્રાલથી થલતેજ સુધી 21 કિમી લાંબો મેટ્રો રુટ

સ્ટેશન તૈયાર કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.એટલે અમદાવાદમાં મેટ્રો ( Metro Train)પિલ્લર સાથે સાથે અંડર ટનલમાંથી પણ પસાર થશે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના 21 કિમી લાંબા રૂટ પર નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન એમ કુલ 17 સ્ટેશન બનાવવામાં ( Launch of new Metro Rail route Glimpses of Ahmedabad Metro Train) આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details