ગુજરાત

gujarat

નિત્યાનંદ કેસ : હાઈકોર્ટ બન્ને યુવતીઓને વીડિયો કોલ મારફતે સાંભળી શકે છે

By

Published : Aug 27, 2020, 10:04 PM IST

નિત્યાનંદ કેસ
નિત્યાનંદ કેસ

અમદાવાદના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોનો કબ્જો મેળવવા માટે ગયેલા માતા-પિતાને રોકી દેવાતા પિતા જનાર્દન શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર હવે વીડિયો કોલ મારફતે બંને યુવતિઓના નિવેદન લેવાઈ શકે છે. હાલ બન્ને યુવતિઓ લોપમુદ્રા અને નિત્યાનંદિતા જમેકામાં હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ બન્ને યુવતીઓને વીડિયો કોન્ફરન્સિંગ અથવા વીડિયો કોલ મારફતે તેમનો નિવેદન નોંધી શકે છે. જમેકા ખાતે આવેલા ભારતીય દુતાવાસથી વીડિયો કોલ મારફતે બંને યુવતિઓના નિવેદન લેવામાં આવશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ બન્ને યુવતીઓને ભારત આવી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નિવેદન નોંધાવવાનો આદેશ કર્યો હતો. જો કે, લગભગ ત્રણ મહિના બાદ કોર્ટ વીડિયો કોલથી નિવેદન નોંધવા મુદ્દે સમર્થન દાખવ્યું છે.

નિત્યાનંદ કેસ
હાઈકોર્ટે આપેલા છેલ્લા આદેશમાં બંને આ અંગેનો હુકમ કર્યો છે. જો કે, કઈ તારીખે નિવેદન લેવાશે એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોરોના મહામારીને લીધે આ કેસમાં ખાસ વધુ સુનાવણી થઈ શકી નથી. ગત નવેમ્બર મહિનામાં પિતા જનાર્દન શર્મા દ્વારા હેબિયસ કોર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. બન્ને યુવતીઓને ત્યાં બળજબરીપૂર્વક રાખવામાં આવી નથી એ ચકસવા માટે જ તેમને હાઈકોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. જો કે, ત્યારબાદ લોપમુદ્રાએ સોગંદનામું રજૂ કરી તેના પિતા સાથે કોઈ સબંધ ન રાખવાનો આદેશ કર્યો હતો. તેના પિતાએ નિત્યાનંદના બેંગ્લોર આશ્રમમાં પૈસાની ઉપાચત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.લોપમુદ્રાના સોગંદનામામાં શર્મા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, નિત્યાનંદના દબાણ હેઠળ તેમની દીકરી આ પ્રકારના નિવેદન સોગંદનામાં મારફતે આપી રહી છે. 2014માં તેના પિતાની હાર્ટ હૃદયની સર્જરી બાદ નિત્યાનંદની ભક્ત બની હોવાનું લોપમુદ્રાએ જણાવ્યું હતું.નિત્યાનંદ આશ્રમમાં તપાસ કરવા માટે ગયેલા પોલીસ કર્મચારીઓએ બાળકો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ અને અશ્લીલ વીડિયો બતાવ્યા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે જવાબદાર પોલીસ કર્મચારીઓ, જર્નાધન શર્મા, ચાઈલ્ડ વેલ્ફેર વેલ્ફેર અધિકારી સહિત તમામ સામે FIR દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આ કેસની તપાસ કરનાર જુના તપાસ અધિકારી DySp કે.ટી. કામરીયા સામે પણ FIR કરાઈ હતી. આ તમામ આરોપીઓની અપીલ અરજી હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.નિત્યાનંદ આશ્રમ બાદ બોગસ NOCને લીધે વિવાદમાં આવેલી DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ કરવાના CBSEના આદેશને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો છે. હાઈકોર્ટે આપેલા ચૂકાદામાં નોંધ્યું કે, CBSE અને રાજ્ય સરકારે કાયદાકીય સિદ્ધાતનું પાલન કર્યા વગર કાર્યવાહી કરી હતી. સરકાર અને CBSE ઈચ્છે તો 16 સપ્તાહમાં કાયદાકીય રીતે શાળા સામે નવેસર તપાસ કરાવી શકે છે.DPS ઇસ્ટ સ્કૂલના સંચાલક પૂજા મંજુલા શ્રોફના લાંબા સમય બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય બે આરોપી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆની આગોતરા જામીન હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, જોકે તેમની સામે આગામી આદેશ સુધી કોઈપણ પગલા ન લેવાનો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details