ગુજરાત

gujarat

પ્રાગસર લેક ઉપર ફિશ માર્કેટ અને રેન બસેરા શરુ કરવાના પ્રપોઝલ ઉપર હાઇકોર્ટે લગાવી રોક

By

Published : Oct 8, 2021, 3:12 PM IST

Gujarat News

કચ્છ જિલ્લાના ભુજમાં આવેલા હમીરસર તળાવ સાથે કનેક્ટેડ પ્રાગસર લેક ઉપર રેન બસેરા અને ફિશ માર્કેટ શરુ કરવાના નગરપાલિકાના પ્રપોઝલને પડકારતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ મુદ્દે આજે 8 ઓક્ટોબરે કોર્ટમાં સુનાવણી થતા કોર્ટે તળાવની સલામતી કરવા સ્થાનિક સ્વરાજની સંસ્થાને જણાવ્યું હતું. આ સાથે લેક ઉપર રેન બસેરા અથવા ફિશ માર્કેટ શરુ કરવાના નગરપાલિકાના પ્રોજેક્ટ અહીં શરુ કરવા ઉપર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

  • ભુજના હમીરસર તળાવને લઇ ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો આદેશ
  • હમીરસર તળાવની સલામતી કોઈ પણ સંજોગે કરવી પડશે
  • તળાવ સુકાઈ ગયું હોય તો પણ તેને વોટર બોડી તરીકે સલામત રાખવી પડશે

અમદાવાદ: ભુજના પ્રાગસર લેકને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટમા આજે 8 ઓક્ટોબરેે સુનાવણી થઇ હતી. કોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે, તળાવ સુકાઈ ગયુ હોય તો પણ તેને વોટર બોડી રહેવા દેવું પડશે અને કોઈ પણ કિંમતે આ વોટર બોડીની સલામતી કરવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ સંસ્થાએ લેવી પડશે. આ સાથે લેક ઉપર રેન બસેરા અથવા ફિશ માર્કેટ શરુ કરવાના નગરપાલિકાના પ્રોજેક્ટ અહીં શરુ કરવા ઉપર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

આ પણ વાંચો: મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પરના તળાવ કદાચ ખરેખર નથી!

તળાવની સલામતી કરવા કોર્ટે સ્થાનિક સ્વરાજની સંસ્થાને જણાવ્યું

ભુજના 450 વર્ષથી વધુ જૂના હમીરસર તળાવ સાથે કનેક્ટેડ પ્રાગસર લેક ઉપર રેન બસેરા અને ફિશ માર્કેટ શરુ કરવાના નગરપાલિકાના પ્રપોઝલને પડકારતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ મુદ્દે આજે 8 ઓક્ટોબરે કોર્ટમાં સુનાવણી થતા કોર્ટે તળાવની સલામતી કરવા સ્થાનિક સ્વરાજની સંસ્થાને જણાવ્યું હતું. આ સાથે જ તળાવ સુકાઈ ગયું હોય તો પણ તેની સલામતી કરવા કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું. મહત્વનું છે કે, હમીરસર તળાવમાંથી પ્રાગસર લેકમાં પાણી લાવવાની વ્યવસ્થા જે તે સમયે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: 19 વર્ષ જૂના રણજીત મર્ડર કેસમાં મોટો ચુકાદો, રામ રહીમ સહિત 5 આરોપી દોષી જાહેર

ABOUT THE AUTHOR

...view details