ગુજરાત

gujarat

હવે બસ અને રેલવે સ્ટેશન પર શંકાસ્પદ પ્રવાસીઓનો થશે કોરોના ટેસ્ટ, AMC આવ્યું હરકતમાં

By

Published : Jun 8, 2022, 11:03 AM IST

Updated : Jun 8, 2022, 2:30 PM IST

હવે બસ અને રેલવે સ્ટેશન પર શંકાસ્પદ પ્રવાસીઓનો થશે કોરોના ટેસ્ટ, AMC આવ્યું હરકતમાં
હવે બસ અને રેલવે સ્ટેશન પર શંકાસ્પદ પ્રવાસીઓનો થશે કોરોના ટેસ્ટ, AMC આવ્યું હરકતમાં ()

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં ઉછાળો (Corona Case increased in Ahmedabad) આવ્યો છે. તેને જોતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હરકતમાં (Ahmedabad Municipal Corporation in action) આવ્યું છે. AMCએ આજથી રેલવે અને બસ સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ ફરી શરૂ કર્યું છે.

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસનો આંકડો 50ને પાર આવી (Corona Cases in Ahmedabad) રહ્યો છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધી (Corona Cases in Ahmedabad) રહ્યા છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 217 કેસ નોંધાયા છે. તેને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે બસ અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું છે. તો હવે ગીતા મંદિર એસટી બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ (Corona Testing Dome at ST Bus Station and Railway Station) કરાશે. આ માટે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ ડોમ પણ શરૂ કરવામાં આવ્યા છે.

એસટી બસ સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ શરૂ

હજી કોરોનાનું સંકટ ટળ્યું નથી -આ સાથે જ હજી શહેર અને રાજ્યમાં કોરોનાનું સંકટ (Corona Cases in Ahmedabad) ટળ્યું નથી. તે સાબિત થઈ રહ્યું છે. જોકે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 44 કેસ નોંધાયા હતા. જ્યારે 32 દર્દી સાજા થયા હતા. સામાન્ય રીતે આટલો આંકડો સમગ્ર રાજ્યના કેસનો હતો, પરંતુ હવે 44 કેસ તો માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જે ચિંતાજનક છે. એટલે જ અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર હવે હરકતમાં (Ahmedabad Municipal Corporation in action) આવ્યું છે.

ગીતા મંદિર પર શંકાસ્પદ પ્રવાસીઓનું થશે કોરોના ટેસ્ટિંગ

AMC આવ્યું હરકતમાં - અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસનો આંકડો 10ની નીચે જોવા (Corona Cases in Ahmedabad) મળતો હતો. જોકે, છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસ 40થી વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન હરકતમાં (Ahmedabad Municipal Corporation in action) આવતા જ અમદાવાદ શહેર ટ્રાન્સપોર્ટ સ્ટેશને આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-Charcoal Painting Artist: કોરોના કાળમાં નોકરી છૂટી તો માનસિક તાણે બહાર લાવ્યો ઉમદા ચિત્રકાર

બહારથી આવતા પ્રવાસીઓનું થશે કોરોના ટેસ્ટિંગ - અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન દરરોજ રાજ્યના (Corona Testing Dome at ST Bus Station and Railway Station) ખૂણેખૂણાથી પ્રવાસીઓ અમદાવાદ આવતા હોય છે. તેને ધ્યાનમાં (Corona Cases in Ahmedabad) રાખી કોર્પોરેશને આજ (બુધવાર)થી કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી છે. એટલે શંકાસ્પદ લક્ષણો જણાતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

રેલવે અને બસ સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ ફરી શરૂ

આ પણ વાંચો-Corona Test in Surat: સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, બસ સ્ટેન્ડ ઉપર હજી પણ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ નહી

કાલુપુર રેલવે સ્ટેશનમાં પણ કોરોના ટેસ્ટ થશે -અમદાવાદ શહેરમાં સૌથી વધુ પ્રવાસીઓ ગીતામંદિર એસટી બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન (Corona Testing Dome at ST Bus Station and Railway Station) જોવા મળતા હોય છે. આના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યારે આ બંને સ્થળ પર કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

Last Updated :Jun 8, 2022, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details