ગુજરાત

gujarat

ગ્રાહકને ડેમેજ ફોન પધરાવતા ડીલર અને શોરૂમ વેપારીઓને Consumer court દ્વારા દંડ ફટકારાયો

By

Published : Aug 2, 2021, 7:17 PM IST

ગ્રાહકને ડેમેજ ફોન પધરાવતા ડીલર અને શોરૂમ વેપારીઓને Consumer court દ્વારા દંડ ફટકારાયો
ગ્રાહકને ડેમેજ ફોન પધરાવતા ડીલર અને શોરૂમ વેપારીઓને Consumer court દ્વારા દંડ ફટકારાયો

અમદાવાદ કન્ઝ્યૂમર કોર્ટ ( Consumer court ) દ્વારા ડેમેજ ફોન પધરાવી દેવાના કિસ્સામાં ગ્રાહક કોર્ટે મોબાઇલ સ્ટોર અને શોરૂમ વેપારીને 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

  • કન્ઝયુમર કોર્ટે ડેમેજ ફોન ગ્રાહકને પધરાવી દેનાર વેપારીને શીખવ્યો પાઠ
  • છ વર્ષે આવ્યો કોર્ટે આપ્યો ચૂકાદો
  • એક મહિનામાં મોબાઈલ સંપૂર્ણપણે રીપેર કરી આપવો પડશે

અમદાવાદઃ અમદાવાદના હિતેશભાઈએ 2016 માં રૂપિયા 14 હજાર 500 રૂપિયાનો પેનસોનિક કંપનીનો ફોન ખરીદ્યો પણ ખરીદીના એક જ કલાકમાં ફોનમાં હિટિંગ થવા લાગતા તેમણે શોરૂમમાં ફરિયાદ કરી હતી. વેપારીએ ફોન બદલી ન આપતા તેમાં માત્ર સોફ્ટવેર અપડેટ કર્યું. જેના કારણે પણ વધુ ગરમ થાય તેની ડિસ્પ્લે ઊડી ગઈ. આ સામે ગ્રાહકે ફોન બદલી આપવા અથવા રીપેર કરી આપવા બે વખત ફરિયાદ કરી, પરંતુ ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ ન આપતા અંતે તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં ( Consumer court ) ફરિયાદ કરી હતી. કોર્ટે મોબાઇલ સ્ટોર અને શોરૂમ વેપારીને 1-1 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

કોર્ટે 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
કોર્ટે ગ્રાહકના પક્ષમાં હુકમ કર્યો કોર્ટે ( Consumer court ) પોતાના હુકમમાં આદેશ કર્યો છે કે ચાઇના મોબાઇલ સ્ટોર અને પાનાસોનીક ઇલેક્ટ્રોનિકને એક મહિનામાં મોબાઇલ હેન્ડસેટ સંપૂર્ણ રીતે રીપેરીંગ કરી કોઇપણ ચાર્જ વસૂલ કર્યા વગર ફરિયાદીને પરત કરવો પડશે. જો તેઓ આમ ન કરે તો તેમણે હેન્ડસેટ બદલીને નવો આપવો પડશે અથવા તો ફોનની સંપૂર્ણ કિંમત રૂપિયા 14,500 ચૂકવવી પડશે. આ સાથે છેલ્લા છ વર્ષમાં ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ અને હાડમારી તથા હેરાનગતિના વળતર પેટે પણ દંડ ભરવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે ગ્રાહકને થયેલી હેરાનગતિના બદલે તેને 1000 રૂપિયા તેમજ અરજીના ખર્ચ પેટે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આ પણ વાંચોઃ ગ્રાહક કોર્ટ દ્વારા ઓપરેશન બાદ પેટમાં કાપડનો ટુકડો ભૂલી જનાર ડોકટરને 6.85 લાખનો દંડ

આ પણ વાંચોઃ સુરતની ખાનગી વેટરનરી હોસ્પિટલમાંથી પાલતુ શ્વાન ગુમ થતા મહિલા વકીલે ગ્રાહક કોર્ટમાં નોંધાવી ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details