ગુજરાત

gujarat

હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીનું તેડું, હાર્દિક પટેલ બની શકે છે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ

By

Published : Oct 18, 2021, 1:03 PM IST

Updated : Oct 18, 2021, 6:52 PM IST

હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીનું તેડું, હાર્દિક પટેલ બની શકે છે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ
હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીનું તેડું, હાર્દિક પટેલ બની શકે છે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને જીતવા માટે તડામાર પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષ અને નવા વિપક્ષના નેતા અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ ગુજરાતની રાજનીતિનો તાગ મેળવ્યો હતો. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે કોનું નામ આવશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. તો હાર્દિક પટેલને નવા અધ્યક્ષ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.

  • ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે હાર્દિક પટેલ
  • હાઈ કમાન્ડે જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલને દિલ્લી બોલાવ્યા
  • જિગ્નેશ મેવાણીને પણ સોંપવામાં આવી શકે મોટી જવાબદારી

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પણ મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે.ય છેલ્લા ઘણા વર્ષોથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ એકદમ નબળો જોવા મળી રહ્યો છે. તેને જોતા કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓને અંધારામાં રાખીને ગુપ્ત સરવે કરાયો હોવાની ચર્ચા વહેતી થઈ હતી, જેમાં એવા ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે કે, ગુજરાતના જૂના જોગીઓ જ કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે. ત્યારે હવે એ સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનોને પક્ષની કમાન સોંપવામાં આવી શકે છે.

ભાજપના પગલે કોંગ્રેસ પણ વધ્યું આગળ?

કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ હવે ભાજપના માર્ગે જઈ રહી છે. ગુજરાતમાં જૂના જોગીઓને ઘરભેગા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નવા નિશાળિયાઓને કહી શકાય તેવા ધારાસભ્યોના હાથમાં રાજ્યનું સુકાન સોંપી દીધું છે ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડે પણ આ જ માર્ગ અપનાવી પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં અત્યારે વિપક્ષ જેવું કશું જ જોવા મળી રહ્યું નથી તેવો રાજ્યની પ્રજાને અહેસાસ થઇ રહ્યો છે.

આ પણ વાંચો-દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, 30મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

બે નામોની ચર્ચા વચ્ચે અન્ય નેતા દિલ્લી પહોંચતા રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં ઓબીસી મતદારોની (OBC Voters) ખુશ કરવા કોંગ્રેસ એક તરફ વ્યૂહરચના રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેના કારણે આ વખતે પ્રદેશ અધ્યક્ષનો ચહેરો ઓબીસી (OBC) હોય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો-રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને મોંઘવારીનો અનોખી રીતે કરાયો વિરોધ

હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને તાબડતોડ દિલ્હી બોલાવાયા

સૂત્રો તરફથી અને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો, અત્યારે બે નામ સૌથી આગળ ચાલી રહ્યા છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ અને ભરતસિંહ સોલંકી છે, પરંતુ આ તમામ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સંગઠનના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ત્યારે હાર્દિક પટેલનું દિલ્હી જવું અને કોઈઇ સંકેતો ઉભા કરી રહ્યા છે અને રાજકારણમાં પણ ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ જિગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી મળે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
અધ્યક્ષ અંગેનો નિર્ણય હાઈ કમાન્ડ કરશેઃ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા

ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરથી લઈ સચિવાલય સુધી અને ગામથી લઈ ગાંધીનગર સુધી માત્ર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આનાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, જેને લઈ આગમી દિવસોમાં મજબૂત નેતૃત્વ સાથે કોંગ્રેસ હાઈ કમાન્ડ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્માએ ગુજ કોંગ્રેસની મુલાકત લઈ ગુજરાતની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કોને બનાવવા તે અંગેનો નિર્ણય હાઇકમાન્ડ કરશે, પરંતુ જે પણ પ્રમુખ બનશે. તેના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતા, કાર્યકરો અને આગેવાનો સાથે મળી સત્તાની સુકાન સુધી કેવી રીતે પહોંચી શકાય તે રીતે આગળ વધી રહ્યા છે.

25 વર્ષથી સત્તામાં આવવા કોંગ્રેસ વલખાં મારી રહી છે

રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 2022ની ચૂંટણી જ્ઞાતિ આધારિત ચૂંટણી બની રહેશે, જેમાં દરેક પક્ષ જ્ઞાતિને સૌથી વધુ મહત્ત્વ આપી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી સત્તાથી દૂર રહેલી અને સત્તા મેળવવા વલખાં મારી રહેલી ગુજરાત કોંગ્રેસમાં સત્તામાં આવવાના અભરખા જોવા મળી રહ્યા છે, પરંતુ મજબૂત નેતૃત્વનો અભાવ દરેક ચૂંટણી સમયે કોંગ્રેસમાં જોવા મળે છે.

હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનશે તો સિનિયર નેતાઓનું મોઢું ચડી જશે

તેવામાં હાર્દિક પટેલને આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવે તો સિનિયર નેતા ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, અમરિશ ડેર, સિદ્ધાર્થ પટેલ જેવા અનેક નેતાઓ નારાજ થઈ શકે છે. આ તમામ નેતાઓએ પાર્ટીને યોગદાન આપ્યું છે. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ 80 બેઠક ભરતસિંહ સોલંકી પ્રમુખ હતા અને લઈને આવી હતી. આથી આગામી દિવસોમા જોવું રહ્યું ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષની જવાબદારી હાર્દિકને આપવામાં આવે તો નવો શું વળાંક આવે છે.

Last Updated :Oct 18, 2021, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details