ગુજરાત

gujarat

કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ આપમાં જોડાતા જ કર્યા કૉંગ્રેસ પર આકરા પ્રહારો

By

Published : Oct 3, 2022, 8:40 PM IST

કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ આપમાં જોડાતા જ કર્યા કૉંગ્રેસ પર આકરા પ્રહારો
કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ આપમાં જોડાતા જ કર્યા કૉંગ્રેસ પર આકરા પ્રહારો ()

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ (Congress Former President ) ચેતન રાવલ આજે(સોમવાર) ઈન્દ્રનીલ રાજ્યગુરુની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા (Congress Former President joined AAP) હતા. તેમની સાથે પૂર્વ મુખ્યપ્રધાન છબીલ મહેતાની પુત્રી નીતાબહેન પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની રહે છે. બીજી બાજુ સૌથી જૂની પાર્ટી ગણાતી કોંગ્રેસ ગુજરાતમાં દિવસેને દિવસે નબળી પડી (Congress party getting weaker in Gujarat) રહી છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સંગઠન નબળું પડવાને કારણે કોંગ્રેસનો છેડો ફાડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ (Ahmedabad Congress Former President) ચેતન રાવલ સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ભાજપના શાસનથી લોકો થાકી ગયા છે.

ભાજપના શાસનથી લોકો થાકી ગયા છેઆમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી (AAP National Joint Secretary ) ઇન્ટરનેટ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ આ જ ગુજરાતની જનતા મોંઘવારી અત્યાચાર અને ભ્રષ્ટાચારથી (Inflation atrocity and corruption in Gujarat) લોકો ભાજપથી કંટાળી ગયા છે. જેના કારણે દિવસે આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત બની રહે છે. ભાજપ અને કોંગ્રેસ બે એક થઈ ગઈ છે. જેના કારણે કોંગ્રેસના જે નેતા જનતાના વિકાસની વાતો કરે છે. તે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

કૉંગ્રેસ પ્રજાની વચ્ચે જવામાં નિષ્ફળચેતન રાવલે જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વિશેષ જે આપણી સામેની સમસ્યા છે. મોંઘવારી, બેરોજગારી, સ્વાસ્થ્યને લગતી શિક્ષણને લગતા પ્રશ્નો આ તમામ પ્રશ્નોને વાચા આપવામાં કોઈપણ નિરાકરણ લાવવામાં ભાજપ સરકારે સ્વતંત્ર નિષ્ફળ નીકળી રહે છે. કમનસીબે કોંગ્રેસ આ વાતોને લઈને વચ્ચે જઈ પ્રજાના વચ્ચે પ્રશ્નોને વાચા આપી શકી નથી. અરવિંદ કેજરીવાલનું જે કામ કરી રહ્યા છે. તેમના અભિગમથી હું પ્રભાવિત થયો છું. જેના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છુ.

કૉંગ્રેસ ખોટો પ્રચાર કરવાનું બંધ કરેજો આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતા ઉપર કોઈપણ કારણ વિનાના કેસ કેમ કરવામાં આવે છે. જે મહેરબાની કરીને કોંગ્રેસે પણ આવો ખોટો પ્રચાર બંધ કરી દેવો જોઈએ. આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત પર પોતાની ચોક્કસ દિશામાં આગળ વધી રહી છે

ચૂંટાયેલા પાંખના સભ્યોએ સંગઠન પર હાવી બન્યાઆમ આદમી પાર્ટીમાં જોઈ થતા જ ચેતન રાવલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતના દિવસેને દિવસે નબળી પડી રહી છે. અને ગુજરાતમાં હવે મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આગળ છે કોંગ્રેસમાં ચૂંટાયેલા પાંખના સભ્યોએ સંગઠન પર હાવી બન્યા છે. જેના કારણે કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી રહી છે.

ABOUT THE AUTHOR

...view details