ગુજરાત

gujarat

કિંજલ દવે હવે નહીં ગાઇ શકે પોતાનું જ આ ફેમસ ગીત, જાણો શા માટે મૂકાયો પ્રતિબંધ

By

Published : Oct 3, 2022, 1:17 PM IST

Updated : Oct 3, 2022, 1:36 PM IST

Etv Bharatકિંજલ દવે હવે નહીં ગાઇ શકે પોતાનું જ આ ફેમસ ગીત
Etv Bharatકિંજલ દવે હવે નહીં ગાઇ શકે પોતાનું જ આ ફેમસ ગીત ()

'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતથી ફેમસ બનેલી ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો ફટકો આપ્યો છે. મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટનો વિવાદ ચાલી રહ્યો હોવાથી સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે પર આ ફેમસ ગીત ગાવા માટે પ્રતિબંધ મુક્યો છે. હવેથી કિંજલ દવે તેનું આ જાણીતું ગીત નહીં ગાઇ શકે. કંપનીએ કોપી રાઇટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

અમદાવાદ : લોક ગાયિકા કિંજલ દવેને સિટી સિવિલ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. જે ગીતથી કિંજલ દવેની પ્રસિધ્ધિ મળી એ જ ગીત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કિંજલ દવેના 'ચાર ચાર બંગડી' ગીત વાળા કોપીરાઇટ કેસમાં સિટી સિવિલ સેશન્સ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. આ ગીતની સીડી વેચવા પર અને લાઈવ પરફોર્મન્સમાં પણ આ ગીત હવે કિંજલ દવે નહીં ગાઇ શકે. કિંજલ દવેએ ગીતમાં અમુક શબ્દોમાં ફેરફાર કરીને આ ગીત ગાયું હતું.

ગીતની સીડી ન વેચવાનો આદેશ ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ RDC મીડિયા તથા સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઇટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે ન વેચવાનો આદેશ કર્યો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર ગીત અપલોડ કરતા લોકપ્રિય થઇ ગયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેચ લિમિટેડે દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પચેલ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.

સોંગના શબ્દો બદલાયા કિંજલ દવેએ સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ કરી હતી. કિંજલ દવેને નોટિસ પણ મોકલવામાં આવી હતી. 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટ સમક્ષ હાજર થઇ ન હતી. કોર્ટે નોંધ્યુ હતું કે, કાર્તિક પટેલે કાઠિયાવાડી કિંગ્સ ચેનલ પર આ ગીત પહેલા અપલોડ કર્યુ હતું.

Last Updated :Oct 3, 2022, 1:36 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details