ગુજરાત

gujarat

ખાનગી હોસ્પિટલમાં જતા હોવ તો સાથે રાખવી પડશે રોકડ રકમ નહીં તો થશો હેરાન

By

Published : Aug 6, 2022, 11:01 AM IST

ખાનગી હોસ્પિટલમાં જતા હોવ તો રાખવી પડશે રોકડ રકમ નહીં તો થશો હેરાન

અમદાવાદની 150 ખાનગી હોસ્પિટલમાં સોમવારથી 15 ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા બંધ કરવામાં (Cashless facility closed in private hospitals of Ahmedabad) આવી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (Ahmedabad Hospital and Nursing Homes Association AHNA)ની માગ છે કે વીમા પૉલિસીમાં સર્જરી ચાર્જમાં વધારો કરવામાં આવે. અન્ય કયા કારણોસર આ સુવિધા બંધ કરાઈ છે જોઈએ.

અમદાવાદઃ શહેરની ખાનગી હોસ્પિટલમાં સોમવાથી 15 ઓગસ્ટ સુધી કેશલેસ પેમેન્ટ નહીં (Cashless facility closed in private hospitals of Ahmedabad) થઈ શકે. કારણ કે, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (Ahmedabad Hospital and Nursing Homes Association AHNA) સાથે જોડાયેલી શહેરની 150 ખાનગી હોસ્પિટલોએ આ સુવિધા બંધ (Inconvenience to private hospital patients) કરી દીધી છે. AHNAની માગ છે કે, વીમા પૉલિસીમાં સર્જરીનો ચાર્જ વધારવામાં આવે. અત્યારે શહેરની 150 હોસ્પિટલમાં કેશલેસની સુવિધા છે, જેમાં દરરોજ 2,000 જેટલા દર્દીઓ આ સુવિધાનો લાભ લે છે.

આ પણ વાંચો-અમદાવાદના ડોક્ટર્સે AMC સામે ચડાવી બાંયો પણ ભોગ બન્યા દર્દીઓ

જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કરવામાં આવી છે રજૂઆત - આ અંગે AHNAના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ (AHNA President Dr Bharat Gadhvi) જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ ધી ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ, નેશનલ ઈન્શ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ તેમ જ ધી ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીને અનેક રજૂઆત કરવામાં આવી છે. તો કેટલીક સર્જરી માટે કંપનીઓ દ્વારા ફિક્સ ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યો છે. આમાં ડાયાબિટીસ, હૃદય રોગ જેવી કો-મોર્બિડિટીને ધ્યાનમાં લેવામાં નથી આવી. આ સાથે જ ચાર્જ ખૂબ જ ઓછા હોવાથા ક્વાલિટી સારવાર પણ આપી શકાતી નથી.

આ પણ વાંચો-Ahmedabad Hospital Registration : 400 હોસ્પિટલના રજિસ્ટ્રેશન કયા કારણથી અટક્યાં? નિરાકરણ નહી આવે તો બંધ કરી દેવા ચીમકી

ચાર્જ વધારવા માગ - AHNAના પ્રમુખે વધુમાં જણાવ્યું (AHNA President Dr Bharat Gadhvi) હતું કે, લાંબા સમયથી જે હોસ્પિટલોના ચાર્જ રિવાઈઝ ન કરાયા હોય તે હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ પ્રમાણે દર વર્ષે 6 ટકા વધારી આપવામાં આવે તેવી પણ તમામ ખાનગી હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સની માગ છે. તો તમામ હોસ્પિટલ્સને નેટવર્કમાં સામેલ થવા પણ અમારો અનુરોધ છે.

ABOUT THE AUTHOR

...view details