ગુજરાત

gujarat

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, માણસા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત

By

Published : Oct 20, 2021, 9:34 AM IST

Updated : Oct 20, 2021, 11:08 AM IST

Ahmedabad News

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) એકવાર ફરી ગુજરાતની મુલાકાતે છે. આજે 20 મી ઑક્ટોબરે તે માણસામાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (Pranapratishtha Mahotsav of the temple)માં ઉપસ્થિત રહ્યા છે. તેમણે પરિવાર સાથે આ પૂજામાં ભાગ લીધો છે.

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવ્યા ગુજરાત
  • વતનમાં મંદિરના પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત
  • પરિવાર સાથે પૂજામાં ભાગ લિધો

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) નવરાત્રીના બીજા દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી. હવે 19 અને 20 ઑક્ટોબરે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે 20 ઓક્ટોબરે પુરા પરિવાર સાથે પૂજામાં ભાગ લિધો છે. 12.39 ના મુહૂર્તમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ

ઉલ્લેખનીય છે કે, ગૃહપ્રધાન અમિત શાહના વતન માણસામાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (Pranapratishtha Mahotsav of the temple)માં ઉપસ્થિત રહેવા માટે ગ્રામજનો દ્વારા તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેથી તેઓ આજે પોતાના પરિવાર સાથે આ પ્રસંગે પધાર્યા છે.

31 ઑક્ટોબરે કેવડિયા આવશે અમિત શાહ

આગામી 31મી ઑક્ટોબરે સરદાર પટેલનો જન્મદિવસ આવે છે. તેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કેવડિયા ખાતે થશે. આ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

નવરાત્રીના બીજા નોરતે માણસામાં આવ્યા હતા શાહ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવરાત્રીના બીજા નોરતે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. માણસામાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અચૂકથી તેમના વતનમાં ઉજવાતા નવરાત્રીના ઉત્સવમાં ભાગ લે છે અને માતાજીની આરતી ઉતારે છે.

આ પણ વાંચો: PM મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ, કાશ્મીર સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા

આ પણ વાંચો: મોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ

Last Updated :Oct 20, 2021, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details