ગુજરાત

gujarat

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મડર સહિત 8 ગુનાઓમાં સપડાયેલા આરોપીની કરી ધરપકડ

By

Published : Sep 8, 2021, 2:23 PM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મડર સહિત 8 ગુનાઓમાં સપડાયેલા આરોપીની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મડર સહિત 8 ગુનાઓમાં સપડાયેલા આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં મડરની કોશિષ, કોલસેન્ટર સહિતના 8 ગુનઓમાં નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ ઉપરાંત જાહેરમાં હથિયાર દ્વારા હુમલો કરવાની પણ કોશિશ કરી હતી.

  • પૈસાની લેતી દેતિમાં મુદ્દે ફાયરિંગ
  • ક્રાઇમ બ્રાન્ચે આરીપીની ધરપકડ
  • આરોપ એપાર્ટમેન્ટમાં કોલ સેન્ટર ચલાવતો

અમદાવાદ: શહેરના બાપુનગરમાં વર્ષ 2020માં પૈસાની લેતી-દેતીમાં આરોપી ગૌરવ ચૌહાણએ અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી. જે કેસમાં આજ દિન સુધી ફરાર આરોપી ગૌરવ ચૌહાણ અને તેનો સાગરીત અજય ભદોરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચાંદખેડામાંથી ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મડર સહિત 8 ગુનાઓમાં સપડાયેલા આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:અત્યાચારનો બનાવ: મહિલાને માર માર્યાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આરોપીઓની કરાઇ પુચ્છપરચ્છ

જેમાં આરોપીઓને પુછપરછ કરતાં બાપુનગર હીરાવાડી પાસેઓફિસ ધરાવતા અશોક ગોસ્વામી નામની વ્યક્તિ સાથે પૈસાની લેણદેણની અદાવત હોતી. જ્યારે પોતાના સાગરીતો સાથે અશોક ગોસ્વામીની ઓફિસ ખાતે જઇ પોતાની પાસેની પિસ્તોલ વડે અશોક ગોસ્વામી ઉપર ફાયરીંગ કર્યું હતુ પરંતુ તેમાંથી ગોળી છુટી ન હતી. જેથી ત્યાંથી ફરાર થઇ ગયો હતા.

આ પણ વાંચો:Ponzi Scheme: કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપી લુક આઉટ નોટિસને આધારે મુંબઈ એરપોર્ટથી ઝડપાયો

આરોપી નાસતો ફરતો હતો

આરોપી ગૌરવ ચૌહાણ ખુનની કોશિશ ગુનામાં નાસતો ફરતો હતો. તે દરમિયાન પોતે ગોવા તથા અમદાવાદમાં વિદેશી નાગરિકોને કોલ કરી, છેતરપિંડી કરી રૂપિયા પડવાનું કોલ સેન્ટરચલાવતા સાગર મહેતાની સાથે ભાગીદારી કરે. પોતાના ભાગીદારો સાગર મહેતાની મણીનગર ઝઘડીયા બ્રીજ પાસે આવેલા પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટમાં કોલ સેન્ટર ચલાવતો હતો. તે દરમિયાન પોતે તથા પોતાના ભાઇ સૌરવ ચૌહાણના પણ સાથે જે પોલીસના દરોડામાં પોતે ભાગી ગયેલા પણ પોતાનો ભાઈ સૌરભ ચૌહાણ પકડાય ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details