ગુજરાત

gujarat

અમદાવાદના રિલીફ રોડ પર ટ્રાફિક પોલીસની ઝુંબેશ, SCP, PI, PSI સહિત 80 જેટલા પોલીસકર્મીઓએ લીધો ઝુંબેશમાં ભાગ

By

Published : Jun 17, 2021, 4:24 PM IST

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, ત્યારે અનેક જગ્યાએ તંત્ર દ્વારા પેઈડ પાર્કિંગ પણ શરૂ કરવામા આવ્યા છે. ત્યારે અમદાવાદના એવા વિસ્તારો જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહે છે ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદ

  • ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડ્રાઇવ યોજાઈ
  • NO પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને કરાયા ડિટેઇન
  • 80 જેટલા પોલીસકર્મીઓ ઝુંબેશમાં જોડાયા

અમદાવાદ:શહેરનારિલીફ રોડ પર અલટરનેટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, છતાં વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરે છે, તેને પરિણામે લોકોને ભારે મુશ્કેલી ઉભી થાય છે. આવાં સમયે ઇમર્જન્સી સેવામાં એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને દર્દીને જલ્દી સારવાર મળી શકતી નથી. ત્યારે આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં SCP, PI, PSI સહિત 80 જેટલા પોલીસકર્મીઓ કામે લાગ્યા છે. પોલીસ દ્વારા NO પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા.

રિલીફ રોડ, અમદાવાદ

આ પણ વાંચો: મોરબીમાં RTO અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટ્રાફિક ઝુંબેશ

ટ્રાફિક ACPએ જણાવી હાલની પરિસ્થિતી

ત્યારે આ મામલે ટ્રાફિક ACPએ જણાવ્યું હતું કે, હાલમાં રિલીફ રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર થાય તેવા પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. ઇમર્જન્સી માટે પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે, ઇમર્જન્સી સેવાઓ માટે રસ્તો ક્લિયર કરી રાખવો. આગામી સમયમાં રિલીફ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જુદી-જુદી ટીમ બનાવીને ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવી રહી છે.

રિલીફ રોડ, અમદાવાદ
રિલીફ રોડ, અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details