ગુજરાત

gujarat

Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 199 પોઈન્ટ ગગડ્યો

By

Published : Jan 10, 2023, 10:09 AM IST

સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 199.38 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 53.30 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 199 પોઈન્ટ ગગડ્યો
Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 199 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.24 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 199.38 પોઈન્ટ (0.33 ટકા)ના ઘટાડા સાથે 60,547.93ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 53.30 પોઈન્ટ (0.29 ટકા) તૂટીને 18,048.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોVegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં સામાન્ય ઉછાળો

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં (World Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 16 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.84 ટકાના વધારા સાથે 26,192ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.22 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.05 ટકાના સામાન્ય વધારા સાથે 14,759.19ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. ઉપરાંત હેંગસેંગ 0.08 ટકાના સામાન્ય ઘટાડા સાથે 21,370.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.42 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.58 ટકાની તેજી સાથે 3,176.08ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોGold Silver Price સોના ચાંદીના ભાવમાં ઉછાળો

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેટીસીએસ (TCS), લ્યૂપિન (Lupin), સોના બીએલડબ્લ્યૂ પ્રિસિઝન ફોર્જિન્જ્સ (Sona BLW Precision Forgings), આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપર્સ (IRB Infrastructure Developers), તાતા મોટર્સ (Tata Motors), સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ (Star Health and Allied Insurance).

ABOUT THE AUTHOR

...view details