ગુજરાત

gujarat

Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ ગગડ્યો

By

Published : Dec 20, 2022, 9:59 AM IST

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 347.34 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 104.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો હતો.

Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ ગગડ્યો
Stock Market India શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 347.34 પોઈન્ટ (0.56 ટકા)ના ઘટાડા સાથે 61,458.85ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 104.50 પોઈન્ટ (0.58 ટકા) તૂટીને 18,313.60ના સ્તર પર જોવા મળ્યો હતો.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેઈન્ટરગ્લોબ એવિએશન (InterGlobe Aviation), હિન્દુજા ગ્લોબલ (Hinduja Global), સ્ટર્લિન્ગ એન્ડ વિલ્સન (Sterling and Wilson), ડાબર ઇન્ડિયા (Dabur India), આઈઆરસીટીસી (IRCTC), જસ્ટ ડાયલ (Just Dial), એનબીસીસી (NBCC), આઈપીસીએ (IPCA).

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 29.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.29 ટકાના વધારા સાથે 27,315.54ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.19 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.20 ટકાના ઘટાડા સાથે 14,404.73ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 1.07 ટકાના ઘટાડા સાથે 19,144.79ના સ્તર પર જોવા મળી રહ્યું છે. ઉપરાંત કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.61 ટકાના ઘટાડા સાથે 3,088.06ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details