ગુજરાત

gujarat

Stock Market India પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 91 પોઈન્ટ તૂટ્યો

By

Published : Dec 26, 2022, 10:26 AM IST

સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 91.50 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 28.30 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market India પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 91 પોઈન્ટ તૂટ્યો
Stock Market India પહેલા જ દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 91 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 91.50 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 59,936.79ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 28.30 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 17,835.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 80.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.51 ટકાના વધારા સાથે 26,369.77ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.36 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.01 ટકાના વધારા સાથે 14,273.08ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. બીજી તરફ હેંગસેંગ 0.44 ટકાના ઘટાડા સાથે 19,593.06ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.60 ટકાના વધારા સાથે 3,064.08ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોક્રેડિટ સ્કોર તમારી લોન બનાવી અથવા બગાડી શકે છે, ધ્યાન રાખો આ બાબતનું

આ શેર્સ પર રાખવી પડશે નજરતાતા મોટર્સ (Tata Motors), નવી દિલ્હી ટેલિવિઝન (NDTV), ગેટવેટ ડિસ્ટ્રિપાર્ક્સ (Gateway Distriparks), એસજેવીએન (SJVN), ક્વેસ કોર્પ (Quess Corp).

ABOUT THE AUTHOR

...view details