ગુજરાત

gujarat

Stock Market india માર્કેટમાં તેજીનો U ટર્ન, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Jan 5, 2023, 9:51 AM IST

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર (Stock Market india) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 166.76 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 68.50 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Stock Market india માર્કેટમાં તેજીનો U ટર્ન, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો
Stock Market india માર્કેટમાં તેજીનો U ટર્ન, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર (Stock Market india) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 166.76 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 60,824.21ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 68.50 પોઈન્ટ (0.38 ટકા)ના ઉછાળા સાથે 18,111.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સથી થઈ શકે છે ફાયદો બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), મેરિકો (Marico), મહિન્દ્રા ફાઈનાન્સ (Mahindra Finance), સોમેની સિરામિક્સ (Somany Ceramics), ચેન્નઈ રેટ્રો (Chennai Retro), એઆરપીએલ (MRPL), સ્પાઈસજેટ (Spicejet), ઈન્ટરગ્લોબ (Interglobe).

આ પણ વાંચોBudget 2023: ક્યારેક 15001 રૂપિયાની આવક પર 31 ટકા ટેક્સ ભરવો પડતો

વૈશ્વિક બજારની સ્થિતિએશિયન માર્કેટમાં (World Stock Market) ઉછાળો જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 3 પોઈન્ટના ઉછાળા સાથે 18,114ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 70.54 પોઈન્ટના વધારા સાથે 25,787.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 50.53 પોઈન્ટના વધારા સાથે 3,292.99ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત હેંગસેંગ 242.53 પોઈન્ટના વધારા સાથે 21,035.64ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 27.47 પોઈન્ટના વધારા સાથે 3,150.99ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details