ગુજરાત

gujarat

Stock Market India પહેલા દિવસે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું માર્કેટ

By

Published : Jan 2, 2023, 9:43 AM IST

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 64.68 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 26.40 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India પહેલા દિવસે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું માર્કેટ
Stock Market India પહેલા દિવસે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું માર્કેટ

અમદાવાદસપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 64.68 પોઈન્ટ (0.11 ટકા)ના વધારા સાથે 60,905.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 26.40 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 18,131.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજાર બંધવર્ષ 2023ની શરૂઆતના કારણે મોટા ભાગના વિદેશી બજાર (World Stock Market) બંધ છે. જોકે, અમેરિકા, ઈંગ્લેન્ડ, ચીન, જાપાન સહિત એશિયાના બજારોમાં વેપાર નહીં થાય. જ્યારે ગયા સપ્તાહે શુક્રવારે અમેરિકી બજારમાં સામાન્ય દબાણ જોવા મળ્યું હતું. તો શુક્રવારે અમેરિકી બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયું હતું. ઉપરાંત ડાઓ જોન્સમાં 75 પોઈન્ટ અને એસ એન્ડ પી 500 10 પોઈન્ટ ગગડીને બંધ થયો હતો.

આ પણ વાંચોઘઉંની નિકાસ એપ્રિલ-નવેમ્બરમાં 30 ટકાથી વધીને 1.5 અબજ USD, ડેરી ઉત્પાદનોમાં 33.77 ટકાનો વધારો

આ સ્ટોક્સ પર રહેશે નજરભારતી એરટેલ (Bharti Airtel), એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સ (SBI Life Insurance), લાર્સન (Larsen), એચડીએફસી બેન્ક (HDFC Bank), વિપ્રો (Wipro).

ABOUT THE AUTHOR

...view details