ગુજરાત

gujarat

Stock Market India માર્કેટનો આજનો દિવસ રહ્યો 'અમંગળ', સેન્સેક્સ 631 પોઈન્ટ તૂટ્યો

By

Published : Jan 10, 2023, 3:59 PM IST

સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. તેના કારણે રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. આજે સેન્સેક્સ (Bombay Stock Exchange News) અને નિફ્ટીમાં (National Stock Exchange News) પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે.

Stock Market India માર્કેટનો આજનો દિવસ રહ્યો 'અમંગળ', સેન્સેક્સ 631 પોઈન્ટ તૂટ્યો
Stock Market India માર્કેટનો આજનો દિવસ રહ્યો 'અમંગળ', સેન્સેક્સ 631 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદસપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં (Stock Market India) કડાકો જોવા મળ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 631.83 પોઈન્ટ (1.04 ટકા)ના ઘટાડા સાથે 60,115.48ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (National Stock Exchange News) 187.05 પોઈન્ટ (1.03 ટકા) તૂટીને 17,914.15ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ શેરબજારનો આજનો દિવસ અમંગળ (Stock Market India) રહ્યો હતો. એટલે જ રોકાણકારોને ખોટ ખાવાનો વારો આવ્યો હતો.

માર્કેટની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સતાતા મોટર્સ (Tata Motors) 6 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.43 ટકા, હિન્દલ્કો (Hindalco) 1.41 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.33 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.20 ટકા.

આ પણ વાંચોકેટલીક કર બચત યોજનાઓ તમારી નાણાકીય યોજનાઓને પાટા પરથી ઉતારે છે

સૌથી વધુ ગગડેલા શેર્સઅદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprise) -5.22 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -3.31 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -2.93 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.23 ટકા, એસબીઆઈ (SBI) -1.91 ટકા.

આ પણ વાંચોક્રેડિટ કાર્ડ તમારા ક્રેડિટ ઇતિહાસને કરે છે અસર, જાણો કઈ વાતનું ધ્યાન રાખવુ જોઈએ

અદાણી ગૃપના શેર્સમાં કડાકોઅદાણી ગૃપના શેર્સમાં (Adani Group Shares) આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝમાં 7 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. અદાણી પોર્ટ, અદાણી ગ્રીન, અદાણી પાવર, અંબુજા અને ACC પર આજે 3થી 4 ટકા સુધી ગગડ્યા છે.

ગ્રાહકો માટે સુવિધા ખરાબ વસ્તુ અને સેવાઓની હવે ફરિયાદ કરવી સરળ બનશે. કારણ કે, કન્ઝ્યૂમર અફેર મંત્રાલયની નેશનલ કન્ઝ્યૂમર હેલ્પલાઈન પર વ્હોટ્સએપના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાશે. ગ્રાહક વ્હોટ્સએપના પર પોતાની ફરિયાદથી જોડાયેલા દસ્તાવેજ પણ મોકલી શકશે. આ સાથે જ વ્હોટ્સ એપ પર ફરિયાદનું સ્ટેટસ પણ ટ્રેક થઈ શકશે. મંત્રાલય ઝડપથી ફરિયાદ લેશે. આપને જણાવી દઈએ કે, દર વર્ષે હેલ્પલાઈન પર 7 લાખથી વધુ ફરિયાદ આવે છે. અડધાથી વધુ ફરિયાદો ફોન હેલ્પલાઈન પર આવે છે. 10 ભાષાઓમાં 50થી વધુ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જ્યારે 90 ટકા ફરિયાદોનો નિકાલ હેલ્પલાઈનના માધ્યમથી થાય છે.

ABOUT THE AUTHOR

...view details