ગુજરાત

gujarat

Share Market India ઘટાડા સાથે બંધ થયું શેરબજાર

By

Published : Aug 10, 2022, 3:35 PM IST

Updated : Aug 10, 2022, 7:46 PM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ (Sensex) 62.91 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 1.95 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: ઘટાડા સાથે બંધ થયું શેરબજાર
Share Market India: ઘટાડા સાથે બંધ થયું શેરબજાર

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 62.91 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 58,790.16ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 1.95 પોઈન્ટ (0.01 ટકા)ના ઘટાડા સાથે 17,523.15ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે સવારે શેરબજારની શરૂઆત (Share Market India) ફ્લેટ થઈ હતી. તેમ છતાં આજે કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નહતો.

આ પણ વાંચો-નાણાકીય વર્ષમાં મારુતિ સુઝુકી 20 લાખ યુનિટનું કરશે ઉત્પાદન

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -હિન્દલ્કો (Hindalco) 4.18 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 2.21 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 2.19 ટકા, યુપીએલ (UPL) 2.23 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 1.87 ટકા.

આ પણ વાંચો-દેશની સૌથી મોટી બેન્ક SBIનને મોટું નુકસાન, નફામાં થયો કરોડોનો ઘટાડો

સૌથી વધુ ગગડેલા શેર્સ -બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -2.61 ટકા, એનટીપીસી (NTPC), ઓએનજીસી (ONGC) -2.12 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -1.45 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -1.32 ટકા.

Last Updated : Aug 10, 2022, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details