ગુજરાત

gujarat

Share Market India શેરબજારની ફરી નબળી શરૂઆત

By

Published : Aug 18, 2022, 10:11 AM IST

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે સેન્સેક્સ 118.73 પોઈન્ટ અને નિફ્ટી 30.60 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. Share Market India, Sensex, Nifty.

Share Market India શેરબજારની ફરી નબળી શરૂઆત
Share Market India શેરબજારની ફરી નબળી શરૂઆત

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 118.73 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 60,141.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nify) 30.60 પોઈન્ટ (0.17 ટકા) તૂટીને 17,913ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોSBIના ચેરમેને કહ્યું સપ્ટેમ્બરના અંત સુધી સ્થિતિ થશે વધુ સારી

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેવિપ્રો (Wipro), એવન્યુ સુપરમાર્ટ (Avenue Supermart), ઓએનજીસી (ONGC), બીઈએમએલ (BEML), નોટકો ફાર્મા (Natco Pharma), ઈન્ડો એમિનીઝ (Indo Amines), ક્રાફ્ટમેન ઓટોમેશન (Craftman Automation), આઈઆરસીટીસી (IRCTC), ઈન્ફિબીમ એવન્યૂઝ (Infibeam Avenues).

આ પણ વાંચોજુલાઈમાં ખાદ્યતેલની આયાત 31 ટકા વધીને 12.05 લાખ ટન થઈ

વૈશ્વિક શેરબજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 32 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.82 ટકાના ઘટાડા સાથે 28,984.56ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.39 ટકા વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.64 ટકાના ઘટાડા સાથે 15,366.30ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.56 ટકાના ઘટાડા સાથે 19,811.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.35 ટકા તૂટીને વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.49 ટકાના ઘટાડા સાથે 3,276.52ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details