ગુજરાત

gujarat

Petrol Diesel Price : મહાનગરોના પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત

By

Published : Jul 12, 2023, 10:54 AM IST

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ગતરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સરેરાશ વધારો નોંધાયો હતો. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

મહાનગરોના પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત
મહાનગરોના પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત

ગાંધીનગર :ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુડ માર્કેટમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

અમદાવાદના ભાવ :તારીખ 12 જુલાઈ બુધવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.51 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.25 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.61 અને 0.62 પૈસાનો ઘટાડો થયો છે.

ગાંધીનગરના ભાવ :તારીખ 12 જુલાઈ બુધવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.55 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.30 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.18 પૈસાનો ઘટાડો થયો છે.

સુરતના ભાવ :તારીખ 12 જુલાઈ બુધવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.25 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.01 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.68 પૈસાનો ઘટાડો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ 12 જુલાઈ બુધવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

વડોદરાના ભાવ : તારીખ 12 જુલાઈ બુધવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.16 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.90 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

અસર :ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. આથી આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક બાદ શું સસ્તું, શું મોંઘું થયું, જુઓ
  2. Gst વળતર પેટે કેન્દ્ર સરકારે ગુજરાતને 9021 કરોડ ચુકવતા મુખ્યપ્રધાન પટેલે આભાર માન્યો

ABOUT THE AUTHOR

...view details