ગુજરાત

gujarat

Share Market India: ત્રીજા દિવસે શેરબજારમાં સામાન્ય ઉછાળો

By

Published : Aug 3, 2022, 9:50 AM IST

Share Market India: ત્રીજા દિવસે શેરબજારમાં સામાન્ય ઉછાળો
Share Market India: ત્રીજા દિવસે શેરબજારમાં સામાન્ય ઉછાળો ()

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સપાટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 155.47 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 35 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સપાટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 155.47 પોઈન્ટ (0.27 ટકા)ના ઉછાળા સાથે 58,291.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 35 પોઈન્ટ (0.20 ટકા)ના વધારા સાથે 17,380.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-વીમાં પોલીસીમાં ક્લેમ રીજેક્ટ થાય એ પહેલા રીન્યૂ પ્રોસેસ અંગે જાણો

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 59.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.53 ટકાના વધારા સાથે 27,740.97ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.28 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હેંગસેંગ 0.17 ટકાના ઉછાળા સાથે 19,772.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.52 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.07 ટકાના વધારા સાથે 3,188.44ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

આ પણ વાંચો-Reliance Jio એ શરૂ કરી 5G સર્વિસની તૈયારીઓ, 88,078 કરોડની લગાવી બોલી

આ સ્ટોક્સમાં થઈ શકે છે ફાયદો -સુબેક્સ (SUBEX), મોઈલ (MOIL), બ્રિગેડ એન્ટરપ્રાઈઝીસ (Brigade Enterprises), નવનીત એજ્યુકેશન (Navneet Education), બોસ (BOSCH), ગતિ (GATI), લેમન ટ્રી (Lemon Tree), એલટી ફૂડ્સ (LT Foods).

ABOUT THE AUTHOR

...view details