ગુજરાત

gujarat

જાણો કેવી છે, આઇફોન 14 પ્રો મેક્સની ડિઝાઇન અને ફિચર્સ

By

Published : Jul 17, 2022, 7:24 PM IST

એપલ આખરે પ્રો મોડલની ડિઝાઈન (iPhone 14 Pro Max design) અપડેટ કરવા જઈ રહી છે. ડુઆન રુઇ દ્વારા વાયરલ ટ્વીટમાં આઇફોન 14 પ્રો મેક્સનું એક ડમી યુનિટ સામે આવ્યું છે. આઇફોન મોડલના મેટાલિક ડમી મોડલની બે તસવીરો શેર કરવામાં આવી હતી.

જાણો કેવી છે, આઇફોન 14 પ્રો મેક્સની ડિઝાઇન
જાણો કેવી છે, આઇફોન 14 પ્રો મેક્સની ડિઝાઇન

નવી દિલ્હી:Appleના iPhone 14ની ડમી પહેલેથી જ સોશિયલ મીડિયા (Social media) પર ધૂમ મચાવી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં તે કંપનીની વિશેષ વાર્ષિક ઇવેન્ટમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. GSM Arena અને 91 Mobiles અનુસાર, લાઇનઅપમાં 4 મોડલનો સમાવેશ થઈ શકે છે, જેમાં બેઝ iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max અને નવા iPhone 14 Max વેરિઅન્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Share Market India: શેરબજાર છેલ્લા દિવસે ઉછાળા સાથે બંધ થયું

મોડલની બે તસવીરો શેર કરવામાં આવી:એવા અહેવાલો આવ્યા છે કે, એપલ આખરે પ્રો મોડલની ડિઝાઇનને અપડેટ કરવા જઈ રહી છે. આઇફોન 14 પ્રો મેક્સનું એક ડમી યુનિટ ડુઆન રુઇ દ્વારા વાયરલ ટ્વીટમાં સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે થર્ડ પાર્ટી કેસ મેકર્સ દ્વારા ડમી યુનિટ બનાવવામાં આવે છે. જેથી લોંચ પહેલા સ્ટોકને અનામત રાખવામાં આવે. આઇફોન 14 પ્રો મેક્સના સમાન ડમી યુનિટે સોશિયલ મીડિયા પર ફ્રન્ટ અને બેક પેનલ ડિઝાઇન દેખાડવા સાથે તેમાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે. તે પણ જાહેર કર્યું છે. આઇફોન મોડલના (iPhone model) મેટાલિક ડમી મોડલની બે તસવીરો શેર કરવામાં આવી હતી. તેની ફ્રન્ટ ડિઝાઈન વિશે વાત કરીએ તો, iPhone 14 Pro Max મોડલ સેટરમાં પિલ શેપ કટઆઉટ ધરાવે છે, જેમાં આગળના ભાગમાં પંચ હોલ કટઆઉટ છે. બે કટઆઉટ દેખીતી રીતે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા તેમજ તેની ફેસ આઈડી ટેકનોલોજી માટે જરૂરી સેન્સર માટે છે.

આ પણ વાંચો:Share Market India: છેલ્લા દિવસે શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ

મુખ્ય ઇમેજ સેન્સર અને એક LED ફ્લેશ: બેક પેનલ ડિઝાઇનમાં ડમી મોડેલના ઉપરના ડાબા ખૂણામાં મોટા કેમેરા મોડ્યુલને સપોર્ટ કરે છે. આ તસવીરો પરથી આપણે કહી શકીએ કે, કેમેરા મોડ્યુલ પાછલી પેઢીના iPhone 13 Pro Max કરતાં મોટું છે, જે અમારા અગાઉના રિપોર્ટને અનુરૂપ છે. આ સિવાય, કેમેરા મોડ્યુલમાં ત્રણ મુખ્ય ઇમેજ સેન્સર અને એક LED ફ્લેશ છે. જો કે, આ મોડ્યુલ ToF 3D LiDAR સેન્સરથી સજ્જ હોવાની પણ અપેક્ષા છે.

ABOUT THE AUTHOR

...view details