ગુજરાત

gujarat

ચાંદીના ભાવ આટલા ઝડપથી કેમ વધી રહ્યા છે?

By

Published : Jul 25, 2020, 5:32 PM IST

કોરોનાએ સોના અને ચાંદીની ચમક વધારી છે કારણ કે મોંઘી ધાતુઓ વર્તમાનમાં રોગચાળાના સંકટના યુગમાં રોકાણકારોને સલામત સાધન તરીકેની પ્રથમ પસંદગી બની છે. આ જ કારણ છે કે ભારતીય બજારમાં ચાંદી નવી ઉંચાઈને સ્પર્શી રહ્યું છે. ભારતમાં આ અઠવાડિયામાં ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 9,000 અથવા 17.5% વધ્યા છે.

સોનુ
સોનુ

હૈદરાબાદ: ચાંદી મોટા ભાગે સોનાનો ગરીબ પિતરાઇ ભાઇ અથવા ક્યારેક ગરીબ માણસના સોના તરીકે ઓળખાય છે. પરંતુ ગયા અઠવાડિયાની તેજી સાથે ચાંદીના ભાવો સોનાથી વધુ થઇ ગયા.

ભારતમાં આ અઠવાડિયામાં ચાંદીમાં પ્રતિ કિલો રૂપિયા 9,000 અથવા 17.5 ટકાનો વધારો થયો છે. ગુરુવારે વાયદા બજારમાં ચાંદીનો ભાવ કિલો દીઠ 62,400 ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો, જે નવ વર્ષમાં તેમનો સર્વોચ્ચ સ્તર છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ચાંદી આશરે 22.79 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.

કિંમતોમાં ઉછાળો નાટકીટ રહ્યો છે. કેમકે બંને મોરચે ચાંદીને ફાયદો થયો છે. એક કીંમતી ધાતું સાથે જ એક ઔદ્યોગિક ધાતુ. વૈશ્વિક રોગચાળા, યુએસ-ચીન વેપાર યુદ્ધ અને કિંમતી ધાતુઓમાં રોકાણની માંગને કારણે સોનાનામાં ફાયદો થયો છે. ભારતમાં વાયદાના વેપારમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 50,700ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થયો, મુખ્યત્વે સોલર પેનલ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થયો છે. મંગળવારે, યુરોપિયન યુનિયનના 27 દેશોના નેતાઓએ વિશ્વના સૌથી મોટા ગ્રીન સ્ટીમ્યુલસ પેકેજ તરીકે વર્ણવવામાં આવેલી વાતોની વિગતો આપી.

હવે, ચાંદી ફોટોવોલ્ટિક કોષોના ઉત્પાદનમાં એક આંતરિક તત્વ છે જેનો ઉપયોગ સોલર પેનલ અથવા ઓટોમોબાઈલ ઘટકોમાં થાય છે. વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ગ્રીન એનર્જી ટેકનોલોજીના વિકાસ અને ઓટો ઉદ્યોગમાં વધતા વીજળીકરણને કારણે ધાતુની માંગમાં વધારો થવાની સંભાવના છે.

એંજલ બ્રોકિંગના કોમોડીટીઝ અને કરન્સીના સહાયક ઉપાધ્યક્ષ (સંશોધન) પ્રથમેશ માલ્યાએ જણાવ્યું હતું કે, "સોનાના ભાવની મજબૂતાઈ, કોરોના રસીની શોધ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી અને અમેરીકી ડોલરમાં ઘટાડો મુખ્ય ભૂમિકા રહી છે."

માલ્યાએ કહ્યું કે ચાંદીના ભાવમાં વધારા પાછળના મૂળ કારણો ઉપરાંત અન્ય તકનીકી પરિબળો પણ છે. ચાંદી એ એક ચીજવસ્તુ છે જેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે વધુ થાય છે. જો કે, ચાંદીના ભાવોમાં તાજેતરના વધારાના મુખ્ય સ્તરના તકનીકી બ્રેકઆઉચના કારણે છે.

રોકાણકારો એવું પણ માને છે સોના માટે ચાંદીનો ગુણોત્તર હજી પણ ચાંદી છે. જ્યારે ગુણોત્તર વધારે હોય ત્યારે, તેનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે ચાંદી સોના કરતા સસ્તા ભાવે ઉપલબ્ધ છે.

બુધવારે સોના-ચાંદીનો ગુણોત્તર 83 ની સપાટીએ રહ્યો હતો. જોકે તે માર્ચના 120 ના સ્તરની નીચે છે, તે હજી પણ 66 ની સરેરાશ કરતા વધારે છે. જે ચાંદીના ભાવમાં વધુ વધારો સૂચવે છે.

માલ્યાએ કહ્યું, "અમને આશા છે કે આવતા સપ્તાહમાં વધારો ચાલુ રહેશે અને આ દિવાળી સુધીમાં ચાંદીના ભાવ રૂપિયા 67,000 થઈ શકે છે અને અંતે તે અગાઉના ઉચ્ચતમ સ્તરે રૂપિયા 74,000 સુધી પહોંચી શકે છે."

ABOUT THE AUTHOR

...view details