ગુજરાત

gujarat

સોનામાં 10 ગ્રામે 687 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો રૂપિયા 2384નો વધારો

By

Published : Jul 31, 2020, 10:32 PM IST

ગુરુવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 53,851 હતો. જ્યારે ચાંદીનો પણ રૂપિયા 2,854 વધીને રૂપિયા 65,910 પર બંધ રહ્યો હતો.

સોનામાં 687 રૂપિયાનો વધારો
સોનામાં 687 રૂપિયાનો વધારો

નવી દિલ્હી: મજબૂત માગને કારણે બજારમાં શુક્રવારે સોનુાનો ભાવ 687 રૂપિયાની તેજીની સાથે 53,851 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોનું 645 રૂપિયા એટલે કે 1.22 ટકાની તેજીની સાથે 53,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતું. માર્કેટ વિશ્લેષકોએ કહ્યું કે, ન્યૂયોર્કમાં સોનુ 1.45 ટકાની તેજીની સાથે 1995.30 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે.

અગાઉના ગુરુવારે સોનાનો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 53,851 હતો. ચાંદી પણ રૂપિયા 2,854 ના વધારા સાથે રૂપિયા 65,910 પર બંધ થયો હતો. ગુરુવારે તે કિલોદીઠ રૂપિયા 63,056 પર બંધ રહ્યો હતો.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય ભાવોમાં સુધારણા સાથે, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં મજબુત શરૂઆત થઈ અને રૂ પિયા 687 વધ્યો હતો."તેમણે કહ્યું હતું કે યુ.એસ.ના નબળા આર્થિક ડેટા પછી આર્થિક વૃદ્ધિ ધીમી થવાની ચિંતાને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details