ગુજરાત

gujarat

વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં, રેપો રેટ 5.15 ટકા પર સ્થિર

By

Published : Dec 5, 2019, 12:38 PM IST

મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આ સાથે જ ગ્રોથ રેટ 6.1 ટકામાંથી ઘટાડીને 5 ટકા કર્યો છે.

repo rate
વ્યાજદર રહ્યાં તટસ્થ

દેશનો GDP ગ્રોથ નાણાંકીય વર્ષના બીજા તબક્કામાં ઘટીને 4.5 ટકા પર આવી ગયો છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો છે.

મુદ્રા નીતિ સમિતિ (MPC)એ આર્થિક વૃદ્ધિ દરને ગતિ આપવા માટે અત્યાર સુધી ધીમુ વલણ અપનાવ્યું છે. રિઝર્વ બેન્ક દ્રારા 5 ડિસેમ્બરે મળેલી મોનીટરી પોલીસીની બેઠકમાં આ વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા હતી.

રિઝર્વ બેન્કે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો જે ઓક્ટોબર સુધીની પાંચ બેઠકોમાં કુલ 1.35 ટકાનો ઘટાડો કર્યો છે.

ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2019 સુધીના પાંચ બેઠકોમાં રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 5.15 ટકા પર સ્થિર રહ્યો છે. પરંતુ આ દરમિયાન બેન્કોએ માત્ર 0.29 ટકાનો જ ઘટાડો ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે.

રિઝર્વ બેન્કે હાલમાં જ લોન લેનારાઓ માટે આ લાભ પહોંચાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. આ માટે તેમને બેન્કોના વ્યાજદરને બાહ્ય બેન્કમાર્ચ દરથી જોડવાની જરૂરત જણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details