ગુજરાત

gujarat

મધર ડેરીનો ફાસ્ટફૂડની દુનિયામાં પ્રવેશ

By

Published : Jan 18, 2020, 8:36 AM IST

નવી દિલ્હી: દેશની પ્રીમિયર ડેરી કંપની મધર ડેરીએ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટની દુનિયામાં પ્રવેશ કર્યો છે. કંપનીએ દિલ્હી-NCRમાં 'કેફે ડિલાઇટ' નામથી પહેલું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. કંપનીની આગામી એક વર્ષમાં દિલ્હી-NCRમાં તેની સંખ્યા વધારીને 60 કરવાની યોજના છે.

mother dairy
mother dairy

કંપનીએ જણાવ્યું હતું કે, નોઇડાના સેક્ટર -1 માં પ્રથમ કેફે ડિલાઇટ ખોલવામાં આવ્યું છે. શુક્રવારે તેનું ઉદ્ઘાટન પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ રાજ્યપ્રધાન ડૉ સંજીવકુમાર બાલ્યાને કર્યુ હતું. આ રેસ્ટોરન્ટમાં લોકોને બેસવાની સુવિધા તેમજ ટેક-અવેની સુવિધા મળશે.

આ પ્રસંગે બાલ્યાને જણાવ્યું હતું કે, "મધર ડેરી એ એવી કેટલીક સંસ્થાઓમાંથી એક છે કે જેમણે શહેરી ગ્રાહકો અને ગ્રામીણ ખેડૂતો વચ્ચેનું અંતર ઘટાડવાની દિશામાં તકેદારીપૂર્વક કાર્ય કર્યું છે. આવી રેસ્ટોરન્ટો ખોલીને લોકોને સારી ગુણવત્તા અને ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થશે તેમજ કૃષિ ઉત્પાદનોના વપરાશ માટે નવા વિકલ્પો પણ ખુલશે."

ABOUT THE AUTHOR

...view details