ગુજરાત

gujarat

ઝુકરબર્ગ સામે ફેસબુકના કર્મીએ કર્યું ટ્વીટ, ગઈ નોકરી

By

Published : Jun 14, 2020, 4:23 PM IST

ફેસબુક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા બ્રાંડન ડાયલે ટ્વીટ કર્યું હતું કે, ફેસબુક દ્વારા વિકસિત એક ઓપન સોર્સ વેબસાઇટ પર બ્લેક લાઇવ્ઝ મેટરના બેનરમાંથી એક સાથીને જોડવાની અપીલ કરવા બદલ મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

Facebook fires employee
ઝુકરબર્ગ સામે ફેસબુકના કર્મી કર્યું ટ્વીટ, ગઈ નોકરી

સાન ફ્રાન્સિસ્કો: ફેસબુકે પોતાના કર્મચારીને નોકરીમાંથી એટલા માટે કાઢી મૂક્યો કે, બ્લેક લાઇવ્સના વિરોધમાં સાથીને સહકાર ન આપવા અંગે ફેસબુક કર્મચારીએ એક ટ્વીટ કર્યું હતું.

ફેસબુક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા બ્રાંડન ડાયલે ટ્વીટ કર્યું હતું કે, ફેસબુક દ્વારા વિકસિત એક ઓપન સોર્સ વેબસાઇટ પર બ્લેક લાઇવ્ઝ મેટરના બેનરમાંથી એક સાથીદારને જોડવાની અપીલ કરવા બદલ મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

ડાયલે ટ્વીટમાં લખ્યું કે, "મેં ટ્વિટર પર મારા સાથીદારોને બ્લેક લાઇવ્સ મેટરના સમર્થનમાં સાથે રહેવાનું કહ્યું હતું. હું હજી પણ મારા કહેવા પર અડગ છું. કંપનીએ મને સમજવાની એક કોશિશ પણ ન કરી. મહત્વનું છે કે, ફેસબુકે બ્રાન્ડન ડાયલને બરતરફ કર્યાની પુષ્ટિ કરી છે, પરંતુ કંપનીએ આ સંદર્ભે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.”

મહત્વનું છે કે, અમેરિકામાં થયેલા તોફાનોને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક પર વિવાદિત પોસ્ટ મૂકી હતી. જેના પર ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ટ્રમ્પનો બચાવ કર્યો હતો અને આ પોસ્ટ પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. ઝકરબર્ગના આ નિર્ણયનો ફેસબુકના જ કેટલાક કર્મચારીઓએ વિરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details