ગુજરાત

gujarat

Top up on home loan: તાકીદે પૈસાની જરૂર છે? હોમ લોન પર ટોપ અપ મેળવો

By

Published : Feb 28, 2022, 3:26 PM IST

ઝડપી પૈસા માટે હાઉસિંગ લોન પર ટોપ અપ (Top up on home loan) પસંદ કરો. ઈમરજન્સીના ખર્ચ માટે લાંબાગાળાની લોનની (Long term loan) જરૂર છે? જો તમારી પાસે પહેલેથી જ હોમ લોન છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આ લોન પર ટોપ-અપનો લાભ મેળવવો શક્ય છે. બીજી મિલકત ગિરો રાખ્યા વિના ટોપ-અપ લોન લેવાની આ એક સરળ રીત છે.

તાકીદે પૈસાની જરૂર છે? હોમ લોન પર ટોપ-અપ મેળવો
તાકીદે પૈસાની જરૂર છે? હોમ લોન પર ટોપ-અપ મેળવો

હૈદરાબાદઃ આવકવેરા કાયદાની કલમ 24 અને કલમ 80C હેઠળ હાઉસિંગ લોન પર ચૂકવવામાં આવેલી મુદ્દલ અને વ્યાજની રકમ માટે મુક્તિ છે. જ્યારે તમે ઘર બનાવવા અથવા ખરીદવા માટે ટોપ-અપ લોનનો ઉપયોગ કરો છો. ત્યારે કર કપાત મેળવી શકાય છે. તેથી ટોપ અપ લોન (Top up on home loan) લેતી વખતે તમારે એ સ્થાપિત કરવાની જરૂર છે કે, મુક્તિનો દાવો કરવા સહાયક દસ્તાવેજો સાથે રકમનો ઉપયોગ માત્ર ઉક્ત હેતુ માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Russia Ukraine War: યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાનો ખર્ચ પ્રતિ કલાક 7-8 લાખ રૂપિયા: એર ઈન્ડિયા

તે લાંબાગાળાના છે...

તે વ્યક્તિગત લોન અથવા સોના પર ઉછીના લીધેલા નાણાં હોઈ શકે છે. લોનની શરતોના આધારે ચૂકવણી માટેનો સમયગાળો 1થી 15 વર્ષ વચ્ચેનો હોઈ શકે છે. જ્યારે ટોપ અપ લોન (Top up on home loan) તેમાંથી થોડી અલગ હશે. કારણ કે, તે હાઉસિંગ લોનની મુદત (Housing loan term) સાથે જોડાયેલી છે. ઉદાહરણ તરીકે જો હાઉસિંગ લોનની મુદત (Housing loan term) 20 વર્ષની હોય તો ટોપ અપની મુદત એ જ રહે છે. બેન્ક નિયમોના આધારે તમને લાંબા ગાળે સરળતાથી લોનની ચૂકવણી કરવામાં સક્ષમ બનાવે છે.

ઓવરડ્રાફ્ટ

જો તમને સમયાંતરે પૈસાની જરૂર હોય તો સંપૂર્ણ રકમ ઉધાર લેવાથી તમારો હેતુ પૂરો થશે નહીં. તેના બદલે ટોપ અપ લોન (Top up on home loan) પર ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લો. કેટલીક બેન્કો હાઉસિંગ લોન પર ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે, પરંતુ વ્યાજ દર હોમ લોન કરતાં થોડો વધારે હશે. હજી પણ વ્યક્તિગત લોન કરતાં ઓછો હશે. તે જ સમયે તે લાંબા સમય માટે જરૂરી હોય ત્યારે જ પૈસા લેવાનો લાભ આપે છે. તેથી ઓવરડ્રાફ્ટ સુવિધા સાથેની હોમ લોન મુખ્ય છે.

સરળ મંજૂરી

બેન્ક પાસે પહેલાથી જ લોન લેનાર વિશેની તમામ વિગતો છે અને તેઓ ગ્રાહકના પેમેન્ટ ટ્રેક રેકોર્ડને પણ જાણે છે. લોન લેનારને ટોપ અપ લોનની (Top up on home loan) પ્રક્રિયા કરવા તેના EMI રેમિટન્સનો રેકોર્ડ, આવકનો પૂરાવો અને કેટલાક અન્ય દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે. ત્યારબાદ બેન્ક તેની આવક, પહેલેથી જ લીધેલી કુલ હાઉસિંગ લોન અને મોર્ટગેજ પ્રોપર્ટીની બજાર કિંમતના આધારે આપવામાં આવનાર રકમની માત્રા નક્કી કરશે.

આ પણ વાંચો-જાણો શું છે SWIFT, જેણે રશિયાને બહાર કરવાની આપી ધમકી, તેની શું થશે અસર

ઓછા વ્યાજ દર

સામાન્ય રીતે આ ટોપ અપ લોન (Top up on home loan) પરના વ્યાજ દરો ઓછા હોય છે અને હોમ લોનના વ્યાજ દરો જેવા જ હોય ​​છે. આથી તેને ઉપલબ્ધ પસંદગીઓમાં ઓછા વ્યાજ દરના વિકલ્પ તરીકે ચિહ્નિત કરી શકાય છે. આ દિવસોમાં કેટલીક બેન્કો અને ધિરાણ સંસ્થાઓ ટોપ અપ લોન (Top up on home loan) આપી રહી છે. ઊંચા વ્યાજ દરે ઉધાર લેવાને બદલે જ્યારે ઝડપી નાણાંની જરૂર હોય ત્યારે ટોપ-અપ લોનને પ્રાધાન્ય આપી શકાય.

ABOUT THE AUTHOR

...view details