ગુજરાત

gujarat

આજે સતત 7મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, તમારા શહેરમાં શું કિંમત છે? જુઓ

By

Published : Sep 13, 2021, 8:38 AM IST

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતે સામાન્ય વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 2 દિવસ તેલની કિંમતમાં ઘટાડો થયો છે. જોકે, આજે ફરી એક વાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. 1 અને 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો, જેના કારણે આ મહિને તેલ 30 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે.

આજે સતત 7મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, તમારા શહેરમાં શું કિંમત છે? જુઓ
આજે સતત 7મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, તમારા શહેરમાં શું કિંમત છે? જુઓ

  • સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 2 દિવસ તેલની કિંમતમાં ઘટાડો થયો
  • 1 અને 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો
  • આ મહિને તેલ 30 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે

નવી દિલ્હીઃ આજે (સોમવારે) દેશમાં રિટેલ ફ્યૂલની તાજા કિંમત જાહેર થઈ છે. આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. દેશમાં સતત 7 દિવસોથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 2 દિવસ તેલની કિંમતમાં ઘટાડો થયો છે. 1 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો. જ્યારે 5 સપ્ટેમ્બરે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતમાં આટલો જ ઘટાડો કર્યો હતો, જેના કારણે આ મહિને તેલ 30 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે.

આ પણ વાંચો-ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 99 રૂપિયા પ્રતિલિટરે પહોંચી

દેશમાં અત્યારે પણ અનેક મોટા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિલિટર પર વેંચાઈ રહ્યું છે. ચેન્નઈમાં ગયા મહિને તેલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. ત્યારબાદ આ હવે 99 રૂપિયા પ્રતિલિટરની નીચે આવી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ જ્યાં 107 રૂપિયાને પાર છે. જ્યારે દિલ્હીમાં આ 101 રૂપિયાને પાર વેંચાઈ રહ્યું છે.

આ પણ વાંચો-ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

ક્યાં શું કિંમત છે?

રાજ્ય પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત 97.92 95.37
દિલ્હી 101.19 88.62
મુંબઈ 107.26 96.19
કોલકાતા 101.62 91.71
ચેન્નઈ 98.96 93.26
બેંગલુરુ 104.70 94.04
ભોપાલ 109.63 97.43
લખનઉ 98.30 89.02
પટના 103.79 94.55
ચંદીગઢ 97.40 88.35

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details