ગુજરાત

gujarat

Share Marketમાં પરત આવી તેજી, સેન્સેક્સ 198 અને નિફ્ટી 86 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Nov 23, 2021, 4:14 PM IST

સપ્તાહનો બીજો દિવસ આજે (મંગળવાર) શેર માર્કેટ (Share Market) ઉછાળા સાથે બંધ થતા આજનો દિવસ મંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 198.44 પોઈન્ટ (0.34 ટકા)ના વધારા સાથે 58,664.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 86.80 પોઈન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 17,503.35ના સ્તર પર બંધ થયો છે.

Share Marketમાં પરત આવી તેજી, સેન્સેક્સ 198 અને નિફ્ટી 86 પોઈન્ટ ઉછળ્યો
Share Marketમાં પરત આવી તેજી, સેન્સેક્સ 198 અને નિફ્ટી 86 પોઈન્ટ ઉછળ્યો

  • સપ્તાહનો બીજો દિવસ શેર બજાર (Share Market) માટે રહ્યો મંગળ
  • આજે શેર માર્કેટ (Share Market) ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 198.44 અને નિફ્ટી (Nifty) 86.80 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ સપ્તાહનો બીજો દિવસ આજે (મંગળવાર) શેર માર્કેટ (Share Market) માટે મંગળ સાબિત થયો છે. કારણ કે, આજે શેર માર્કેટ (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 198.44 પોઈન્ટ (0.34 ટકા)ના વધારા સાથે 58,664.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 86.80 પોઈન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 17,503.35ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે બજારમાં ચારે તરફથી ખરીદી જોવા મળી છે. આ સાથે જ સેન્સેક્સ (Sensex) ફરી એક વાર 58,000ની ઉપર પહોંચ્યો છે.

આ પણ વાંચો-ઓનલાઈન ફાર્મસી બિઝનેસમાં ફ્લિપકાર્ટની એન્ટ્રી, આ ભારતીય કંપનીનું કરશે સંપાદન

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers Shares) પર નજર કરીએ તો, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 4 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.94 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 3.75 ટકા, એનટીપીસી (NTPC) 2.57 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) 2.32 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સ (Top Losers Shares) જોઈએ તો, ઈન્ડસઈન્ટ બેન્ક (IndusInd Bank) -2.54 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -2.32 ટકા, ઈન્ફોસિસ (Infosys) -1.28 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -0.27 ટકા, વિપ્રો (Wipro) -0.19 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કહ્યું- જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ

ક્રુડ ઓઈલની કિંમત અંકુશમાં લાવવાના પગલા લેવાની તૈયારી

PTIના માધ્યમથી મળતા સમાચાર અનુસાર, ક્રુડ ઓઈલની કિંમત (The price of crude oil) અંકુશમાં લાવવા માટે પગલા લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારત ઈમરજન્સી સ્ટોકથી ક્રુડ ઓઈલ જાહેર કરાશે. ભારત 5 MBPD ક્રુડ ઓઈલ રિલીઝ કરશે. ભારત 50 લાખ બેરલ પ્રતિ ક્રુડ ઓઈલ આપશે. ભારત ઈમરજન્સી સ્ટોકથી 5 MBPD ક્રુડ ઓઈલ આપશે. આપને જણાવી દઈએ કે, US, જાપાન, ચીન પણ રિઝર્વથી ક્રુડ ઓઈલ જાહેર કરશે.

સેન્સેક્સઃ+198.44

ખૂલ્યોઃ 57,983.95

બંધઃ 58,664.33

હાઈઃ 59,834.95

લોઃ 57,718.34

NSE નિફ્ટીઃ +86.80

ખૂલ્યોઃ 17,281.75

બંધઃ 17,503.35

હાઈઃ 17,553.70

લોઃ 17,216.10

ABOUT THE AUTHOR

...view details