ગુજરાત

gujarat

Stock Market : શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ તેજીના આશાવાદ સાથે થયા, સેન્સેક્સ 295 પોઈન્ટ વધ્યો

By

Published : Nov 4, 2021, 8:19 PM IST

Stock Market : શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ તેજીના આશાવાદ સાથે થયા, સેન્સેક્સ 295 પોઈન્ટ વધ્યો
Stock Market : શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ તેજીના આશાવાદ સાથે થયા, સેન્સેક્સ 295 પોઈન્ટ વધ્યો

શેરબજારમાં ( Stock Market ) વિક્રમ સંવત 2078ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ ખૂબ આશાસ્પદ વાતાવરણમાં થયા હતાં. ગત વિક્રમ સંવત વર્ષ 2077 રેકોર્ડબ્રેક તેજીમાં ગયું હોવાથી બજારમાં નવી રોનક હતી. અને મુહૂર્ત ટ્રેડિંગ ખુશખુશાલ વાતાવરણમાં થયા હતા. બીએસઈ સેન્સેક્સ 295.70 વધી 60,067.62 બંધ થયો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 87.60 વધી 17,916.80 બંધ થયો હતો.

  • શેરબજારમાં વિક્રમ સંવત 2078ના નવા વર્ષના મુહૂર્ત ટ્રેડિંગ
  • સેન્સેક્સ 295 અને નિફટી 87 પોઈન્ટ વધ્યા
  • ઓટો અને પીએસયુ બેંકના શેરોમાં નવી લેવાલી

અમદાવાદ- શેરબજારમાં ( Stock Market ) વિક્રમ સંવત 2078ના નવા વર્ષે નવી તેજી થાય તેવી આશા સાથે મુહૂર્ત ટ્રેડિંગ થયા હતા. કોરોનાને કારણે બજારમાં ઈન્વેસ્ટરોની પ્રત્યક્ષ ભીડ ન હતી, પણ બધાએ ટોકનરૂપી ટ્રેડિંગનો એક સોદો કર્યો હતો. ઓટો અને પીએસયુ બેંકના શેરોમાં નવી લેવાલી આવી હતી અને તેમણે બજારમાં તેજીની આગેવાની લીધી હતી.

વિક્રમ સંવત 2078ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ ખૂબ આશાસ્પદ વાતાવરણમાં થયા હતાં.

અમેરિકાનો જોબલેસ ડેટા નબળો આવ્યો

બીએસઈ સેન્સેક્સ
ખૂલી 60,207.97
વધી 60,207.97
ઘટી 60,011.46
બંધ 60,067.62
+ 295.70
+ 0.49 ટકા
આગલો બંધ 59,771.92

અમેરિકામાં સતત પાંચમી વખત જોબલેસ ડેટા નબળા આવ્યા છે. જેને કારણે વિદેશના સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી હતું. પણ ભારતીય શેરબજારમાં ( Stock Market ) નવી લેવાલી આવી હતી. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં લિટરે રૂપિયા 5 અને ડીઝલમાં લિટરે રૂપિયા 10ની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. તેમજ 13 રાજ્યની સરકારે પણ વેટમાં ઘટાડો કર્યો છે. આમ પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા છે, આથી મોંઘવારીનો દર ઘટીને આવશે, જે ધારણાએ શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય બન્યું હતું. આથી ઓટોમોબાઈલ સ્ટોકમાં નવી લેવાલી આવી હતી.

ઓટો અને પીએસયુ બેંકના શેરોમાં નવી લેવાલી આવી
એનએસઈ નિફટી
ખૂલી 17,935.05
વધી 17,947.55
ઘટી 17,900.60
બંધ 17,916.80
+ 87.60
+ 0.49 ટકા
આગલો બંધ 17,829.20

ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ હતું

આજે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં માર્કેટ ઊંચા મથાળે ખુલ્યું હતું. પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, જેથી બજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. જો કે માર્કેટ ઓવરઓલ પ્લસ જ બંધ રહ્યું હતું. પણ વિદેશી ફંડોની વેચવાલીને કારણે માર્કેટ ઉપરથી પાછું પડી રહ્યું છે.

વિક્રમ સંવત વર્ષ 2077 રેકોર્ડબ્રેક તેજીમાં ગયું હોવાથી બજારમાં નવી રોનક હતી.

માર્કેટ હાલ હાઈપ્રાઈઝ છેઃ મીતેશ શેઠ

અમદાવાદ સ્ટોક એક્સચેન્જના ( Stock Market ) પૂર્વ પ્રમુખ મીતેશભાઈ શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિક્રમ સંવત 2078નું વર્ષ આશાસ્પદ છે, પણ કરેક્શન આવશે. હાલ માર્કેટ હાઈપ્રાઈઝ છે, અને ફોરેન ફંડો વેચવાલ છે, આથી રોકાણકારોએ સાવચેતી રાખવાની જરૂર છે અને ભાવ વધે ત્યારે થોડો પ્રોફિટ બુક કરવો જોઈએ. અને માર્કેટ ઘટે ત્યારે ફાર્મા અને ઈન્ફ્રાસ્ટ્રકટર સેકટરના શેરો બેસ્ટ બાય રહેશે.
આ પણ વાંચોઃ ધનતેરસ પર સોના-ચાંદીના બજારમાં ફરી આવી તેજી, 7,500 કરોડ રૂપિયાનું થયું વેચાણ

આ પણ વાંચોઃ પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ!

ABOUT THE AUTHOR

...view details