ગુજરાત

gujarat

કાચા તેલમાં તેજીના કારણે Petrol-Dieselની કિંમતે આપ્યો ઝટકો, ક્યાં શું કિંમત છે? જાણો

By

Published : Sep 29, 2021, 9:25 AM IST

છેલ્લા 6 મહિનામાં ચાર દિવસ ડીઝલ મોંઘું થયું છે અને મંગળવારે પણ પેટ્રોલની કિંમત ઉછળી હતી. જોકે, આજે તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

કાચા તેલમાં તેજીના કારણે Petrol-Dieselની કિંમતે આપ્યો ઝટકો, ક્યાં શું કિંમત છે? જાણો
કાચા તેલમાં તેજીના કારણે Petrol-Dieselની કિંમતે આપ્યો ઝટકો, ક્યાં શું કિંમત છે? જાણો

  • છેલ્લા 6 મહિનામાં ચાર દિવસ ડીઝલ મોંઘું થયું છે
  • મંગળવારે પણ પેટ્રોલની કિંમત ઉછળી હતી
  • આજે તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઉછાળો (Petrol-Diesel Price Hike) થવા લાગ્યો છે. ત્યારે મંગળવારે પેટ્રોલની કિંમતમાં ફરી એક વાર ઉછાળો આવ્યો હતો. જોકે, આજે (29 સપ્ટેમ્બર) ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ થોડી રાહત આપી છે. આજે તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, પરંતુ આ ચાર દિવસમાં જે તેજી સાથે કિંમત વધી છે. તેનાથા ડીઝલ પ્રતિલિટર પર લગભગ 1 રૂપિયા મોંઘું થઈ ગયું છે.

કાચા તેલની કિંમત ત્રણ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી

તો પેટ્રોલ ગઈકાલે લગભગ 2 મહિના પછી 20-22 પૈસા પ્રતિલિટર મોંઘું થયું હતું. ઉપરથી આગામી દિવસોમાં ડીઝલ, પેટ્રોલ બંનેન કિંમત હજી વધી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ત્રણ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે.

ક્યાં શું કિંમત છે? જુઓ

શહેર પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
અમદાવાદ 98.25 96.53
દિલ્હી 101.39 89.57
મુંબઈ 107.47 97.21
કોલકાતા 101.87 92.62
ચેન્નઈ 99.15 94.17
બેંગ્લોર 104.92 95.06
ભોપાલ 109.85 98.45
લખનઉ 98.51 89.98
પટના 104.04 95.70
ચંદીગઢ 97.61 89.30

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

આ પણ વાંચો-એપ્રિલ-જૂનમાં નવ ક્ષેત્રમાં રોજગારી 3.08 કરોડને પાર : શ્રમ સર્વેક્ષણ

આ પણ વાંચો-તૈયાર રહેજો... 1 ઓક્ટોબરથી બેન્કિંગ નિયમો, LPG ગેસના ભાવ સહિત અનેક ફેરફાર થશે

ABOUT THE AUTHOR

...view details