ગુજરાત

gujarat

ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO 23 જૂન 2021ના રોજ ખૂલશે, 25 જૂને બંધ થશે

By

Published : Jun 22, 2021, 4:21 PM IST

ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડ જે આરએન્ડડી આધારિત એગ્રો-કેમિકલ ટેક્નિકલ્સ ઉત્પાદક છે અને ટેક્નિકલ્સના ઉત્પાદનની માત્રાની દ્રષ્ટિએ એક સૌથી ઝડપભેર વિકસતી એગ્રો-કેમિકલ્સ કંપની છે. જે ઈક્વિટી શેરોનો આઈપીઓ ( IPO ) લઈને મૂડીબજારમાં ( Capital Market ) પ્રવેશી રહી છે.

ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO 23 જૂન 2021ના રોજ ખૂલશે, 25 જૂને બંધ થશે
ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO 23 જૂન 2021ના રોજ ખૂલશે, 25 જૂને બંધ થશે

  • ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ.290-296 છે
  • મીનીમમ બિડ લોટ 50 શેરની રહેશે
  • આ ઈસ્યૂ રૂ. 800 કરોડનો છે

    અમદાવાદ- ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સ લિમિટેડ ( India Pesticides Ltd ) ઇક્વિટી શેર્સનું પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ભરણું ( IPO ) 23 જૂન 2021ના રોજ ખુલશે. ઑફર 25 જૂન 2021ના રોજ બંધ થશે. ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs.290-296 નક્કી કરવામાં આવી છે.

    કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે છે

    ઓફરનું કુલ કદ Rs.800 કરોડ સુધીનું છે, જેમાં કુલ Rs. 100 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ અને વેચાણકર્તા શેરહોલ્ડર દ્વારા કુલ Rs. 700 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની ઑફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ઉપજનો ઉપયોગ તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.

    કંપની પાંચ ટેકનિકલ્સનું ઉત્પાદન કરે છે

    India Pesticides Ltd ના ચેરમેન આનંદ સ્વરૂપ અગ્રવાલે જણાવ્યું હતું કે કંપની પાંચ ટેક્નિકલ્સની એકમાત્ર ઉત્પાદક અને ઉત્પાદન ક્ષમતાની દૃષ્ટિએ કેપ્ટાન, ફોલપેટ અને થિયોકાર્બોનેટ હર્બિસાઇડની એક વૈશ્વિક અગ્રણી ઉત્પાદક છે (સ્ત્રોતઃ એફએન્ડએસ રિપોર્ટ્સ). કંપની જે અમુક નિશ્ચિત ફન્ગિસાઇડ ટેક્નિકલ્સનું ઉત્પાદન કરે છે તેમાં સામેલ છેઃ (i) ફોલપેટ, જેનો ઉપયોગ દ્રાક્ષના બગીચા, અનાજ, પાક અને પેઇન્ટ્સના બાયોસાઇડમાં ફૂગના વિકાસ પર નિયંત્રણ માટેના ફન્ગિસાઇડ્સના ઉત્પાદનમાં થાય છે; અને (ii) સાયમોસેનિલ, જેનો ઉપયોગ દ્રાક્ષ, બટેટાં, શાકભાજી અને અન્ય ઘણા પાક પર થતી ડાઉની મિલ્ડ્યુ (ભેજથી થતી ફૂગ) પર નિયંત્રણ માટેના ફન્ગિસાઇડસના ઉત્પાદનમાં થાય છે. કંપની જે પ્રમુખ હર્બિસાઇડ ટેક્નિકલ્સનું ઉત્પાદન કરે છે તેમાં થિયોકાર્બામેટ હર્બિસાઇડ્સ સામેલ છે જેનો ઉપયોગ ઘંઉ, ચોખા જેવા પાકનાં ખેતરોમાં વિશ્વભરમાં થાય છે.

આ પણ વાંચોઃ IT વિભાગે તૈયાર કરી TDS-TCS વસુલી માટે નવી સિસ્ટમ

કંપનીના બે ઉત્પાદન કેન્દ્રો છે

હાલમાં કંપની ઉત્તર પ્રદેશમાં લખનઊ અને હરદોઈ સ્થિત બે ઉત્પાદન કેન્દ્રોથી કામકાજ કરે છે જેની સહિયારી ક્ષમતા, ટેક્નિકલ્સ માટે 19,500 મેટ્રિક ટન તે ફોર્મ્યુલેસન્સ વર્ટિકલ માટે 6,500 મેટ્રિક ટન છે. કંપની પાસે હાલમાં 22 એગ્રો-કેમિકલ ટેક્નિકલ્સ અને 125 ફોર્મ્યુલેસન્સના ભારતમાં વેચાણ માટેનાં લાઇસન્સ છે અને નિકાસ માટે 27 એગ્રો કેમિકલ ટેક્નિકલ્સ અને 35 ફોર્મ્યુલેસન્સ માટેનાં લાઇસન્સ છે.


ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયાથી કરાશે

આ ઑફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં 50 ટકા કરતાં વધુ નહીં તેટલો હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (ક્યુઆઈબીઝ)ને, ઓફરના 15 ટકા કરતાં ઓછો નહીં તેટલો હિસ્સો બિનસંસ્થાકીય રોકાણકારોને અને ઑફરના 35 ટકા કરતાં ઓછો નહીં તેટલો હિસ્સો નાના રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ આ વર્ષે વાણિજ્યિક વાહનોના વેચાણમાં 37 ટકાથી ઘટીને 23થી 28 ટકા વૃદ્ધિનું અનુમાનઃ ક્રિસિલ

ABOUT THE AUTHOR

...view details