ગુજરાત

gujarat

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો? 2021ના વર્ષમાં આવનારા આ પાંચ ફેરફાર જાણી લો

By

Published : Jan 1, 2021, 9:27 PM IST

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોએ 2021ના વર્ષમાં આવનારા નવા નિયમો જાણી લેવા જોઈએ. મલ્ટિ કૅપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયો એલોકેશનના નવા નિયમો, NAVની ગણતરીમાં ફેરફાર, નવું રિસ્ક-ઓ-મિટર, ડિવિન્ડન ઓપ્શનના નામમાં ફેરફાર તથા ઇન્ટર-સ્કિમમાં ટ્રાન્સફર અંગેના ફેરાફારો સમજી લેવા જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોએ 2021ના વર્ષમાં આવનારા નવા નિયમો જાણી લેવા જોઈએ. મલ્ટિ કૅપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયો એલોકેશનના નવા નિયમો, NAVની ગણતરીમાં ફેરફાર, નવું રિસ્ક-ઓ-મિટર, ડિવિન્ડન ઓપ્શનના નામમાં ફેરફાર તથા ઇન્ટર-સ્કિમમાં ટ્રાન્સફર અંગેના ફેરાફારો સમજી લેવા જોઈએ.

આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં સારી એવી પ્રગતિ જણાઈ છે. શેરબજારમાં ફરી તેજીને કારણે પણ ફાયદો થયો છે અને મોટી સંખ્યામાં નાના રોકાણકારો આકર્ષાયા છે.

મ્યુચ્યુઅલ ફંડ હેઠળ જમા થયેલી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)માં આ વર્ષે 13% વધારો થયો. ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચીને સંપત્તિનું મૂલ્ય નવેમ્બર 2020ના અંતે 30 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. ડિસેમ્બર 2029ના અંતે તે AUMનું મૂલ્ય 26.54 લાખ કરોડ રૂપિયા હતું.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યા વધતી જોઈને બજાર નિયંત્રક સંસ્થા સેબીએ નવા નિયમો જાહેર કર્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સલામત બને તે માટે 2021ના વર્ષની શરૂઆત સાથે નવા નિયમો અમલમાં આવી ગયા છે. જોઈએ આ નિયમો:

1) મલ્ટિ કૅપ ઇક્વિટી મ્યુચ્યુફંડ માટે પોર્ટફોલિયો એલોકેશનના નિયમોમાં ફેરફાર
મલ્ટિ કૅપ ઇક્વિટી મ્યુચ્યુફંડના પોર્ટફોલિયો એલોકેશનમાં ફેરફાર કરાયો છે અને હવે ઓછામાં ઓછા 75% રોકાણ શેરમાં અને શેર સાથે સંકળાયેલી બાબતમાં કરવાનું રહેશે. અત્યાર સુધી આ પ્રમાણ 65% હતું. રોકાણમાં વૈવિધ્ય લાવવા માટે ફંડના નામ પ્રમાણે ત્રણેય ક્ષેત્રમાં રોકાણ કરવાનું રહેશે. લાર્જ કૅપ, મીડ-કૅપ અને સ્મૉલ કૅપ ત્રણેય કંપનીઓમાં એક સરખું 25% રોકાણ કરવાનું રહેશે..

11 સપ્ટેમ્બરે સેબીએ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે હાલમાં મલ્ટિ કૅપ ફંડ હોય તેમણે સ્ટૉકનું લિસ્ટ જાહેર થાય તેના એક મહિનાની અંદર નિયમનો અમલ કરવાનો રહેશે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) સ્ટોક્સની યાદી જાહેર કરે તે પછી એટલે કે જાન્યુઆરી 2021 સુધીમાં અમલ કરવાનો રહેશે. જે ફંડ મેનેજર ફેરફાર કરવા ના માગતા હોય અને વર્તમાન સ્કીમ જાળવી રાખવા માગતા હોય, તેમને પોતાના ફંડને ફ્લેક્સિ કૅપ ફંડની નવી કેટેગરીમાં ફેરવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

2) NAVની ગણતરીમાં ફેરફાર
પહેલી જાન્યુઆરીથી NAV (નેટ એસેટ વૅલ્યૂ)ની ફાળવણી રકમ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કરવાની રહેશે. હાલમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે તે પ્રમાણે ગણતરી થાય છે.

એટલે કે રોકાણકાર યુનીટ ખરીદી ત્યારે ખરીદીના દિવસે ક્લોઝિંગ NAV હોય તે ગણવાનો રહેશે. હાલમાં રોકાણકારની ચેક વૅલ્યૂ 2 લાખથી ઓછી હોય તો ખરીદી હોય કટ ઓફ ડેટ પહેલા ખરીદવામાં આવી હોય તો તે દિવસની વેલ્યૂ મળે છે. બે લાખ રૂપિયાથી વધુનું રોકાણ હોય તો ફંડ હાઉસને ચેકની રકમ મળી જાય ત્યારે તે દિવસની NAV ગણવામાં આવે છે. ઘણી વાર ચેક આપ્યા પછી ત્રીજા દિવસે પાસ થતો હોય છે. આ નવા ફેરફારને કારણે લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે અને રોકાણકારોને ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહન મળશે.

3) નવું રિસ્ક-ઓ-મિટર
પ્રોડક્ટને કેવું લેબલ આપવું તે માટેની ગાઇડલાઇન સેબીએ સુધારી છે. સેબીએ નક્કી કર્યું છે કે સ્કીમની સાથે ફરજિયાત રિસ્ક-ઓ-મિટર ટૂલ જોડવાનું રહેશે. 1 જાન્યુઆરી 2021થી રિસ્ક-ઓ-મિટર હેઠળ છ કેટેગરી ગણવામાં આવશે - i) ઓછું રિસ્ક ii) ઓછાથી મોડરેટ રિસ્ક iii) મોડરેટ રિસ્ક iv) મોડરેટથી ઊંચું રિસ્ક v) ઊંચું રિસ્ક vi) ખૂબ ઊંચું રિસ્ક.

કંપનીઓએ પોતાની દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને આ રિસ્ક-ઓ-મિટર પ્રમાણે દર મહિને કઈ કેટેગરી લાગુ પડે છે તે દર્શાવવાનું રહેશે. પોર્ટફોલિયો માહિતીની સાથે જ આ જોખમની માહિતી પણ તેમની વેબસાઇટ પર અને AMFI વેબસાઇટ પર દર્શાવવાની રહેશે. મહિનો પૂરો થયાના 10 દિવસમાં માહિતી જાહેર કરવાી રહેશે. સાથે જ રિસ્ક-ઓ-મિટરમાં થયેલા ફેરફારની જાણ દરેક યુનીટધારકને ઇમેઇલ અથવા SMSથી કરવાની રહેશે.

આ ઉપરાંત દર વર્ષે 31 માર્ચે મ્યુચ્યુઅલ ફંડે દરેક સ્કીમમાં કેટલું જોખમ છે તેની જાહેરાત કરવાની રહેશે. સાથે જ વર્ષ દરમિયાન જોખમમાં કેટલી વાર ફેરફાર થયો તેની માહિતી આપવાની રહેશે. ડૅટ ફંડનું મૂલ્યાંકન વ્યાજના દર, ક્રેડિટ અને લિક્વિડિટી આધારે ગણાશે, જ્યારે ઇક્વિટી ફંડની ગણતરી માર્કેટ કૅપ, ભાવોમાં વધઘટ અને ઇમ્પેક્ટ કોસ્ટ પ્રમાણે ગણવાની રહેશે.

4) ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફર
સેબીએ ઑક્ટોબરમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021થી ડૅટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફરનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવશે. લિક્વિડિટીના બધા જ ઉપાયો અજમાવી લીધા બાદ જ મ્યુચ્યુઅલ ફંડને ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફર માટે મંજૂરી આપવામાં આવશે. હાલમાં ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફર બજાર ભાવ પ્રમાણે કરવામાં આવે છે. તથા રોકાણ પાછળના મૂળ હેતુને પાળવા માટે કરવામાં આવે છે. ક્લોઝ એન્ડેડ સ્કીમમાં ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફર ન્યૂ ફંડ ઓફર થાય ત્યાર બાદ કામકાજના ત્રણ દિવસમાં જ કરવા દેવામાં આવશે.

5) ડિવિડન્ટનું નવું નામકરણ

સેબીએ ઑક્ટોબર 2020માં જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને સૂચના આપી હતી કે ડિવિડન્ડ ઓપ્શનના નામ બદલાવામાં આવે. રોકાણકારોને સ્પષ્ટપણે ખ્યાલ આવે કે તેમની મૂડીના કેટલાક હિસ્સાને ડિવિડન્ટ તરીકે પણ આપી શકાય છે તે રીતે નામકરણ થવું જોઈએ. ડિવિડન્ટ આપવામાં આવે ત્યારે તેનું વર્ણન અને નામકરણ ‘પેઆઉટ ઑફ ઇન્કમ ડિસ્ટ્રિબ્યૂશન કમ કેપિટલ વિથડ્રૉઅલ ઓપ્શન’ એવી રીતે કરવાનું રહેશે.
ડિવિડન્ડનું ફરીથી રોકાણ થાય તેનું નામકરણ ‘રિઇન્વેસ્ટમેન્ટ ઑફ ઇન્કમ ડિસ્ટ્રિબ્યૂશન કમ કેપિટલ વિથડ્રૉઅલ ઓપ્શન’ કરવાનું રહેશે. ડિવિડન્ટ આપવામાં આવે તેનું નામ ‘ટ્રાન્સફર ઑફ ઇન્કમ ડિસ્ટ્રિબ્યૂશન કમ કેપિટલ વિથડ્રૉઅલ પ્લાન’ એવું રાખવાનું રહેશે.

નવો નિયમ પણ કરવામાં આવ્યો છે, જેમાં અમુક સંજોગોમાં આવક થઈ હોય તેને ઇક્વલાઇઝેશન રિઝર્વ ખાતામાં નાખવાની રહેશે. યુનીટ વેચવામાં આવે અને તેની કિંમત (એનએવી) યુનીટના ફેસ વૅલ્યૂ કરતાં વધારે હોય ત્યારે કમાણીને આ અનામત ખાતામાં નાખવાની રહેશે, જેમાંથી ડિવિડન્ટ આપી શકાય.

ABOUT THE AUTHOR

...view details